દાહોદ તાલુકાના કઠલા ગામે મોટર સાયકલ પર લઈ જવાતો ₹46,890 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા…

Editor Dahod Live
2 Min Read

દાહોદ તાલુકાના કઠલા ગામે મોટર સાયકલ પર લઈ જવાતો ₹46,890 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા…

10 4 2023 ના રોજ કતવારા પોલીસ કઠલા ગામ નજીક પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ટીવીએસ કંપનીની મોટરસાયકલ ઉપર થેલામાં કંઈક ભરીને બે માણસો આવી રહ્યા છે તેવી બાતમીના આધારે કઠલા ગામ નજીક કતવારા પોલીસ તે બાતમી વાળી મોટરસાયકલની વોચમાં હતી તે દરમિયાન બાતમી વાળી મોટરસાયકલ આવતા અને મોટરસાયકલ ઉપર સવાર બંને ઈસમો પોલીસને જોઈ પોતાની મોટરસાયકલ મૂકી ભાગવાની કોશિશ કરતા બંને ઈસમોને કતવારા પોલીસે પકડી પાડ્યા હતા અને તેમના નામ પૂછતા પપ્પુભાઈ રૂમાલભાઈ ચરપોટ રહેવાસી બાંડીબાર મંદિર ફળિયું દાહોદ અને મોટરસાઇકલની પાછળ બેઠેલા ઈસમનું નામ મનસુખભાઈ કસ્નાભાઈ ભાભોર રહેવાસી ગુંદીખેડા ભાભોર ફળિયું દાહોદના હોવાનું જણાવ્યું હતું અને થેલામાં પોલીસે ખોલીને જોતા તેમાંથી 194 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 26,890 રૂપિયાનો વિદેશી દારૂ અને દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલી tvs કંપનીની મોટરસાયકલ જેનો નંબર MP 45 MK 5024 જેની કિંમત 20,000 મળી કુલ 46,890 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બંને ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા દારૂ ક્યાંથી લાવ્યો હતો ત્યારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના પિટોલ ખાતે રહેતા નરેશ હુમાભાઇ મછાર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે કતવારા પોલીસે ત્રણેય ઈસમો સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી..

Share This Article