
વસાવે રાજેશ દાહોદ
દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે તાલુકા અને શહેરના BJP ના કાર્યકર્તાઓ સાથે MLA કનૈયાલાલ કીશોરીએ આગામી કાર્યક્રમોને લઈને બેઠક યોજી
દાહોદના ગોવિંદ નગર ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતામાં આગામી કાર્યક્રમોને અનુલક્ષીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડે આગામી કાર્યક્રમોની તૈયારીના ભાગરૂપે સંગઠનાત્મક વિષયના અનુરૂપ બેઠક યોજવામાં આવી હતી જેમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડે આગામી 2024 ની લોકસભાની તૈયારીના ભાગરૂપે બેઠકોનો દોર લંબાવી દેવામાં આવ્યો છે જેમાં લોકસભામાં આગામી કઈ રન નીતિ અપનાવી અને જનતા પાસે જવાના આયોજન અંગે આગોતરું આયોજન ભાજપ દ્રારા કરવામાં આવી રહ્યું છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ અમલી છે તેના ભાગરૂપે જ આગામી લોકસભા ચૂંટણી માટેની તૈયારીને અનુલક્ષીને બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે અને તેને લઈનેજ ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમોના આયોજનોને અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં દાહોદ નગર ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા