
રાહુલ ગારી, ગરબાડા
ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેસાવાડા પોલીસ
ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપી જેસાવાડા બજાર માંથી ઝડપી પાડતી જેસાવાડા સર્વેલેન્સ સ્કોડ
મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથક ના પી. એસ આઈ એમ એમ રામી તેમજ પોલીસ સ્ટાફ ના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર માં નાસતા ફરતા આરોપી ને પકડવા માટે પેટ્રોલીગ માં હતા તે દરમિયાન પી.એસ આઈ એમ એમ રામી ને મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેર કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન ના ફ ગુ.ર .નબર ૧૭૧/૨૦૧૯ ઇ.પિ.કો કલમ ૪૫૭/૩૮૦/૧૧૪ મુજબ ના ગુના નાસતો ફરતો આરોપી રૈયલભાઈ કાળુભાઇ પલાસ રહે છરછોડા જે જેસાવાડા બજાર પંચાયત ચોક આગલા આવેલ હોવાની બાતમી ના આધારે તેને પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી