ગરબાડા તાલુકાના પાંદડી ગામના છેવાડા ફળિયા નજીક જંગલમાં આગ લાગી: વન વિભાગ તેમજ સ્થાનિકોએ આગ ઓલવી..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના પાંદડી ગામના છેવાડા ફળિયા નજીક જંગલમાં આગ લાગી: વન વિભાગ તેમજ સ્થાનિકોએ આગ ઓલવી..

આગ લાગવાની જાણ થતાં આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકો અને વન વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવ્યો

ગરબાડા તા.10

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 10 માર્ચ ના રોજ ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે આવેલા છેવાડા ફળિયા નજીક જંગલ વિસ્તારમાં આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ગામ લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જાણ થતા વન વિભાગના ની ટીમ અને ગામ લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાની ઘટના જંગલમાં રહેલું ઘાસ બળીને ખાખ થઈગયું હતું સદનસીબે ગામ લોકોને ખબર પડતા ગામ લોકોએ આગ ઓલવીને મોટી જાનહાની ટાળી હતી ઘટનાની જાણ વન વિભાગને પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આગ ઓળવીને ને વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article