રાહુલ ગારી, ધાનપુર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાનગર ખાતે પેશન્ટ અને ડોટ પ્રોવાઇડર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
ટી.બી ના સુપરવાઇઝર શૈલેષભાઈ દ્વારા ટીબી વિશે તેમજ આરોગ્ય શિક્ષણ વિશે માહિતી આપી
મળતી વિગતો અનુસાર આજે તારીખ બે માર્ચના રોજ ધાનપુર તાલુકાના નવા નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ તેમજ પ્રધાનમંત્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પેશન્ટ અને પ્રોવાઇડર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય કેન્દ્ર મંડોર તેમજ નવાનગરના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મેડિકલ ઓફિસર નવા નગર અને મંડોર ટીબી સુપરવાઇઝર તેમજ બંને પીએસી ના તમામ હેલ્થ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને મેડિકલ ઓફિસર ટીબી સુપરવાઇઝર શૈલેષભાઈ રાઠોડ દ્વારા ટીબી વિશે વિગતવાર માર્ગદર્શન તેમજ આરોગ્ય શિક્ષણ આપ્યું હતું