ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ યોજાઇ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

 

ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ યોજાઇ

ગરબાડા તા.02

 

પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત આજ રોજ ગરબાડા તાલુકાના પ્રા આ કેન્દ્ર પાટીયા ખાતે ડૉ. સુધાકર રજાક અને તાલુકા ટીબી સુપર વાઈઝર STLS તથા પ્રા આ કેન્દ્ર સુપર વાઇઝર MPHS અને ટીબી ચેમ્પિયન તરીકે ફરજ બજાવતા ગરબાડા તાલુકાના શ્રી ચંદ્રેશસિંહ ડામોર ના માર્ગ દર્શન હેઠળ પેન્સટ પ્રોવાઈડર મિટિંગ કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત 22 ટીબીના દર્દી અને એમના ડોટ પ્રોવાઇડર આશા બેહનો હાજર રહેલ અને તેમને phc મેડિકલ ઓફિસર દ્વારા દર્દી ઓને દવા નિયમિત લેવાની સમય સર ગળફાની તપાસ કરાવવી તથા દવા ની આડ અસર વિશે સમજવામાં આવ્યું હતું અને સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ગુજરાત સરકાર ની વૈદિકિય સહાય વિશે માહિતી આપવામાં આવી હતી અને અન્ય જરૂર તપાસ વિશે માહિતી આપવામાં આવેલ હતી અને સાથે સાથે નિક્ષય મિત્ર તરીકે મેડિકલ ઓફિસર તથા ભે સબ સેન્ટર ખાતે ડેપ્યુટી સરપંચ દ્વારા એક એક ટીબી દર્દી ને દત્તક લઈ ન્યુટ્રિશિયન કીટ નું વિતરણ કરવામાં આવ્યું, જેમાં phc નો તામામ સ્ટાફ હાજર રહ્યા હતા.

Share This Article