ગરબાડા તાલુકાની કન્યાશાળાની વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત તાલીમ આપવામાં આવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાની કન્યાશાળા ની વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત તાલીમ આપવામાં આવી

ગરબાડા તા.28

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકામાં આવેલ કન્યાશાળા ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશિક્ષણ અંતર્ગત સરકારી ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવા બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવે છે જેને અંતર્ગત ગરબાડા તાલુકાની કન્યાશાળા ખાતે બાળકીઓને આત્મ રક્ષા અંતર્ગત તાલીમ સતીષભાઈ કટારા દ્વારા આપવામાં આવે છે .જેમાં શાળાની તમામ બાળકીઓ આત્મા રક્ષા તાલીમ માં ઉપસ્થિત રહીને પોતાના સ્વ બચાવ કઈ રીતે કરવો તેની તાલીમ મેળવી હતી.

Share This Article