ગરબાડાના પૂર્વ ધારાસભ્યને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ડેલીગેટ તરીકે નિમણૂક કરાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડાના પૂર્વ ધારાસભ્યને  ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ડેલીગેટ તરીકે નિમણૂક કરાઈ 

ગરબાડા તા.21

ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટ(AICC) ના ડેલીગેટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ગરબાડા 133 વિધાનસભામાં ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ કોંગ્રેસ પાર્ટીની ખેડા ખાતે સંગઠનની જવાબદારી પણ નિભાવી રહ્યા છે આમ માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના ડેલિગેટ બનાવવા બદલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

Share This Article