લીમખેડા તાલુકાના ગોરીયા ગામે 40 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટકાવ્યું..

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ, લીમખેડા 

 

લીમખેડા તાલુકાના ગોરીયા ગામે 40 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટકાવ્યું..

 

 

 

દાહોદ.તા.૧૬

 

લીમખેડા તાલુકાના ગોરીયા ગામે નિશાળ ફળિયાના ૪૦ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગોટીયા ગામે રેલ્વે લાઈન પર ટ્રેનની અડફે આવી જતાં સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યંુ છે.

 

પ્રાપ્ત વિગત અનુસાર પરમ દિવસ તા. ૧૪-૧૧-૨૦૨૨ના રોજ રાત્રીના સમયે ગોટીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા ૪૦ વર્ષીય નરવતભાઈ હીરાભાઈ ડીંડોરે કોઈ અગમ્ય કારણોસર ગોરીયા ગામે રેલ્વે લાઈન પર પડતું મૂકવાનો પ્રયાસ કરતા રેલ્વે ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ કરતા લીમખેડા પોલિસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃત્તક નરવતભાઈ હીરાભાઈ ડીંડોરની લાશનો કબજાે લઈ લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને લીમખેડા સરકારી દવખાને મોકલી આપી આ સંદર્ભે સી.આર.પી.સી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

 

Share This Article