ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે ફોરવીલર ગાડી ની અડફેટે મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો ફંગોળાયા:એકનું મોત..

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી, સુખસર/ શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે ફોરવીલર ગાડી ની અડફેટે મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો ફંગોળાયા:એકનું મોત..

 

દાહોદ તા.૦૬

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે એક અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલને પાછળથી જાેશભેર ટક્કર મારી નાસી જતાં મોટરસાઈકલ પર સવાર ત્રણ જમીન પર ફંગોળાતાં ત્રણ પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૦૫ ઓક્ટોબરના રોજ મોટાનટવા ગામે પલીકપુર ફળિયામાં રહેતાં સતિષભાઈ નારસીંગભાઈ બામણીયા, રાહુલભાઈ તથા અર્જુનભાઈ એમ ત્રણેય જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ મોટાનટવા ગામેથી ઘરે જઈ રહ્યાં હતાં તે સમયે એક અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર ઉપરોક્ત ત્રણેય જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટતાયાં હતાં જેને પગલે અર્જુનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે સતિષભાઈ તથા રાહુલભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

 

આ સંબંધે ઈજાગ્રસ્ત સતિષભાઈ નારસીંગભાઈ બામણીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article