ગૌરવ પટેલ, લીમખેડા
દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વધુ એક ટ્રેનનો છ માસના પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ ફળવાયું
રતલામ મંડળથી પસાર થતી વધુ એક ટ્રેનનું લીમખેડા ખાતે પ્રાયોગિક ધોરણે સ્ટોપજ ફળવાતા આનંદની લાગણી…
પશ્ચિમ રેલવેના રતલામ મંડળથી 58 થી વધુ સુપરફાસ્ટ -મેલ એક્સપ્રેસ, તેમજ લોકલ જેવી સવારી ગાડીઓ હાલ સંચાલિત થઇ રહી છે. જોકે કોરોના કાળમાં ટ્રેનો બંધ થતા રેલવેને માઠી અસર પડી હતી.જોકે હવે પરિસ્થતિ સામાન્ય થતા મોટાભાગની ટ્રેનો તબબકાવાર પુનઃ શરૂ થઇ પાટા પર દોડતી થતા મુસાફરોની સાથે રેલવેના અર્થતંત્રને પણ વેગ મળ્યું છે.ત્યારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડા ના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોરના પ્રયાસોં અને રજૂઆતોને ધ્યાને લઇ રતલામ મંડળથી પસાર થતી 19309/19310 અમદાવાદ ગાંધીનગર શાંતિ એક્સપ્રેસનું લીમખેડા ખાતે અગામી છ માસ માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન આજથી ઇન્દોરથી ઉપડી પરોઢીયે 04.12/04.14 વાગ્યે આવશે. તેમજ પરત આ ટ્રેન ગાંધીનગરથી ઉપડી રાત્રીના 23.02/23.04 વાગ્યે લીમખેડા ખાતે આવશે.જોકે ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ નું આજથી ચોમાસના પ્રાયોગિક ધોરણે સ્ટોપજ આપવાની મંજૂરી મળતાં પંથકવાસીઓમાં ખુશીની લેહર પ્રસરી છે ત્યારે દાહોદના ભાભોર, તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર લીલી ઠંડી બતાવીશ સ્ટોપેજનું આરંભ કરાવશે.