રાહુલ ગારી, ગરબાડા

બાઈક ઉપરથી ફટકાઈ નાળામાં પડેલા નળવાઈ ગામના બાઈક ચાલકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નલવાઈ ના ગામના લલીતભાઈ પરમાર ગતરોજ બાઈક લઈને ગાંગરડી ખાતે દુકાને ગયા હતા તે દરમિયાન સવારે 11:30 વાગ્યાના અરસમાં બાઈક લઈને કોઈ કામ અર્થે બજારમાં નીકળ્યા હતા ત્યારે પૂરઝડપે હંકારે જતા કાળાકોટ ગામે ચુલિયા ફળિયામાં આવેલ નાળા ના વળાંકમાં ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલ નાળા ના પાણીમાં પડ્યા હતા જેમાં નાળા માં પડેલા પથ્થરો માથા ના કપાળના ભાગે પથરો વાગતા તેમજ શરીરને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતા પરિવારના લોકો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને લલીતભાઈ નો મૃતદેહ રાછ વા પી.એસ.સી ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો
