દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળામાં ચોરીનો સિલસિલો યથાવત…ગરબાડા તાલુકાના ગુલબાર ગામે પ્રાથમિક શાળાને નિશાન બનાવી યાંત્રિક ઉપકરણોની કરી ઉઠાતરી

Editor Dahod Live
1 Min Read

દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળામાં ચોરીનો સિલસિલો યથાવત…ગરબાડા તાલુકાના ગુલબાર ગામે પ્રાથમિક શાળાને નિશાન બનાવી યાંત્રિક ઉપકરણોની કરી ઉઠાતરી

દાહોદ તા.૧૪

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે એક પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી શાળામાંથી રૂા. ૩૭,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ ગુલબાર ગામે આવેલ પ્રાથમીક શાળામાં તસ્કરો હાથફેરો કરી શાળાના દરવાજાના નકુચો તોડી શાળામાં પ્રવેશ કર્યાેં હતો અને શાળઆમાં મુરી રાખેલ એલ.ઈ.ડી. ટી.વી., સિસ્ટમ, સેટઅપ બોક્ષ, બે નંગ. પંખા વિગેરે મળી કુલ રૂા. ૩૭,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે શાળામાં ફરજ બજાવતાં અને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં શીલી પરબડી ફળિયામાં રહેતાં રણજીતસિંહ રમણભાઈ ચૌહાણે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————–

Share This Article