ફતેપુરા તાલુકાના ધુધસ અને નવા તળાવ ગામે આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા

 

 

 

ફતેપુરા તાલુકાના ધુધસ અને નવા તળાવ ગામે આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી ટાઈગર સેના સંગઠન દ્વારા કાર્યક્રમ યોજાયો.

 

ફતેપુરા તાલુકા આદિવાસી ટાઈગર સેના ના પ્રમુખ શ્રી મેહુલભાઈ તાવીયાડ ઉપસ્થિત રહ્યા હતા.

 

આજ રોજ 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી ટાઈગર સેના સંગઠન દ્વારા ફતેપુરા તાલુકાના ઘૂઘસ અને નવા તળાવ ગામે આદિવાસી જન જાગૃતિ નો કાર્યક્રમ યોજી આદિવાસી ના હક અધિકાર,5મીઅનુસૂચિ,રૂઢિ પ્રથા, પેસા એકટ,શિક્ષણ,આરોગ્ય,આદિવાસી સંસ્કૃતિ,રહેણી કહેણી,પોસ્કો એક્ટ, જળ જંગલ અને જમીનના રક્ષણ મુદ્દે માર્ગદર્શન આપી ગામજનો સાથે ચર્ચા કરી હતી જેમાં આદિવાસી ટાઈગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલ તાવિયાડ સામાજિક કાર્યકર કિશોર ભાભોર તેમજ મોટી સંખ્યામાં ઘુઘસ અને નવા તળાવના ગ્રામજનો આગેવાનો ઉપસ્તિથીત રહ્યા હતા.

Share This Article