ગરબાડામાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના હસ્તે કોંગ્રેસ કાર્યાલયમાં ડિજિટલ વોર રૂમનું ઉદ્ઘાટન..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

ગરબાડામાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના હસ્તે કોંગ્રેસ કાર્યાલયમાં ડિજિટલ વોર રૂમનું ઉદ્ઘાટન..

ગરબાડા તા.10

 

ગરબાડા તાલુકા 133 વિધાનસભા ની ચૂંટણી ને ગણતરીના જ મહિનાઓ બાકી છે જેને લઈને ગરબાડા કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની તૈયારીના ભાગરૂપે સક્રિય બની છે અને ગરબાડા વિધાનસભા મતવિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકો સાથે જન સંવાદ અને સંપર્ક કરી રહી છે જેના ભાગરૂપે ગરબાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ના હસ્તે એક નવા ડિજિટલ વોર રૂમ 133 વિધાનસભા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ નવા ડિજિટલ વોર રૂમમાં સમગ્ર 133 વિધાનસભા વિસ્તારમાં ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી પ્રચાર પ્રચાર કરવામાં આવશે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વિવિધ મહા અનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા..

Share This Article