રાહુલ ગારી, ગરબાડા

ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત પાંચવાડા આશ્રમશાળા ખાતે નવીન કન્યા નિવાસનું ઉદઘાટન..

ગરબાડા તા.10
આજરોજ પાંચવાડા આશ્રમશાળા ખાતે નવીન કન્યા નિવાસ નું ઉદ્ઘાટન અને આદિજાતિ વિભાગ દ્વારા મંજુર થયેલ નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે 133 ગરબાડા ના ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંડળના પ્રમુખ શ્રી શાંતિલાલ ભાઈ નીનામા ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગ અનુસાર ઉદ્ઘાટક શ્રી અને અને સભા ના અધ્યક્ષ શ્રી એ વક્તવ્ય આપ્યા હતા શરૂઆતમાં મંડળના મંત્રી શ્રી મુકેશભાઈ પરમાર ગુરુજીએ પ્રવચનમાં સંસ્થાનો પરિચય આપ્યો હતો આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ શ્રી પરથી મુનિયા ગુરુજી તેમજ ગામના મહિલા સરપંચ શ્રી, અનિલભાઈ અગ્રવાલ, હરસિંહભાઈ ડામોર અને શૈલેષભાઈ મખોડીયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
