રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક/ઈરફાન મકરાણી :- બારીયા
દેં.બારીયામાં પ્રેમ સબંધના પ્રણય ત્રિકોણમાં યુવતીનું કરૂણ અંજામ:ચાર સંતાનોના પિતા તેમજ કુટુંબી માસાએ પ્રેમિકાનું ઠંડે કલેજે કાસળ કાઢ્યું.
બામરોલીના જંગલમાં યુવતીની થયેલ હત્યાંનો ભેદ ઉકેલાયો:દાહોદ પોલીસે કુટુંબી માસાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો..
પ્રણય ત્રિકોણમાં કુટુંબી માસાએ પોતાની પ્રેમિકાની હત્યા કર્યાનું ઘસ્ફોટક:પરપુરુષ સાથે પ્રેમ સંબંધમાં યુવતીને મળ્યું કરુણ મોત..
હત્યાંરાએ અન્ય જોડે પ્રેમ સંબંધના લીધે યુવતીનું કાસળ કાઢ્યું:પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ભેગો કર્યો
હત્યાંમાં વપરાયેલ છૂરો પોલીસે કબ્જે કર્યો:યુવતીની હત્યા કરનાર હત્યારો ચાર સંતાનોનો પિતા..
દાહોદ તા.09

દે.બારીયા તાલુકાના બામરોલીના જંગલ વિસ્તારમાં બે દિવસ પૂર્વે હત્યાં કરાયેલી યુવતીની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આ સમગ્ર હત્યાં કાંડનો પર્દાફાશ કરતા ચોકાવનારી તેમજ સિલસિલાબંદ વિગતો બહાર આવવા પામી છે જેમાં પ્રેમ સંબંધના ત્રણેય ત્રિકોણમાં યુવતીને મોત મળ્યું છે.એક વર્ષ પૂર્વે કુટુંબી ભાણી સાથે પ્રેમ સંબંધમાં પડેલા ચાર સંતાનોના પીતા અને ચાર વર્ષ પૂર્વે કસાઈનું કામ કરતા કુટુંબી માસાએ પર પુરુષ સાથે પ્રેમ સબંધના લીધે તેની પ્રેમિકા અને કહેવાતી કુટુંબી ભાણીને છરાના ઉપરા છાપરી ઘા કરી ઠંડે કલેજે હત્યાં કરી હોવાનું સપાટી પર આવ્યું છે. ત્યારે પોલીસે હત્યારા માસાને ગણતરીના કલાકોમાં ઝડપી તેની પાસેથી હત્યાંમાં વપરાયેલા છરાને રિકવર કરી ગુનો દાખલ કર્યો છે.

દેવગઢ બારીયા તાલુકાના સરસવા ગામના રહેવાસી પ્રભાત ભાઈ ભીમસિંગભાઈની 20 વર્ષીય પુત્રી પાર્વતી ઉર્ફે શીવા નાનપણથી નજીકના આંકલી ગામે મામાના ઘરે મોટી થઈ હતી.અને એક વર્ષ પહેલા દેવગઢ બારીયા તાલુકાના લવારિયા માલ ફળીયાના રહેવાસી અને પાર્વતી બૅન જયંતિ ભાઈ છત્રસીંગ રાઠવા જોડે ગુજરાતના જામજોધપુર ગામે મજૂરી અર્થે ગઈ હતી જ્યાં મજૂરી કામ દરમિયાન બંને માસા-ભાણી વચ્ચે પ્રેમના અંકુરો ફૂટતા પ્રેમ સંબંધમાં બંધાયા હતા.ત્યારબાદ પાર્વતીબેન પરત એમના મામાના ઘરે રહેવા માટે આવી ગઈ હતી.આ સમય દરમિયાન પાર્વતી બેનની આંખો અન્ય એક યુવક જોડે મળતા અન્ય યુવક જોડે પણ પાર્વતી બેનનો પ્રેમ સંબંધ બંધાયો હતો જે બાબતની જાણ જ્યંતી ભાઈ રાઠવાને થતા તેઓએ અન્ય યુવક જોડે અન્ય યુવક જોડે પ્રેમ સંબંધ ન રાખવા માટે ટકોર કરી હતી તેમજ પોતાની પ્રેમિકાને અન્ય કોઈ વ્યકતી જોડે પ્રેમ સંબંધ જોવા ન માંગતા કુટુંબી માસાએ વારંવાર પોતાની પ્રેમિકાને સમજાવ્યા છતાંય તે ન માની હતી.જે બાદ પોતાની પ્રેમિકાને અન્ય કોઈની ના થવા દઉ તેવા મક્કમ નિર્ધાર સાથે ઝનુની બનેલા જ્યંતી ભાઈ રાઠવા એ તેની પ્રેમિકા પાર્વતીને મનોમન કાસળ કાઢી નાખવાનો નિર્ધાર કરી લીધો હતો. જે અંતર્ગત તારીખ 6/09/2022 ના રોજ જયંતી રાઠવાએ પાર્વતીને મળવા બોલાવી પોતાની ઇકો ગાડીમાં બેસાડી બામરોલીના જંગલોમાં લઇ ગયો હતો. જ્યાં જયંતીએ પોતાની ગાડીમાં મુકેલા ધારદાર છરા વડે પોતાની પ્રેમિકાની ઠંડે કલેજે હત્યાં કરી નાખી હતી. જે બાદ ત્યારબાદ જંગલ વિસ્તારમાં રોજમદાર નું કામ કરતા કર્મીને પાર્વતી બેનની લાસ જોવા મળતા તેઓએ ગામના આગેવાનને જાણ કરી હતી ત્યારબાદ ગામના આગેવાનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ દાહોદ પોલીસે ક્રૂર રીતે હત્યાં કરાયેલી લાસ જોયા બાદ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો જેમાં જિલ્લા પોલીસવડા બલરામ મીણા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ લીમખેડા ડિવિઝનના ડી.વાય.એસ.પી આર.બી. દેવધાના નેતૃત્વમાં એલ.સી.બી એસ.ઓ.જીના પી.આઇ,પી.એસ.આઈ તથા દેવગઢ બારીયા સાગટાલા પોલીસ પી.એસ.આઈ.ની ટીમો બનાવી તપાસનો દોર લંબાવતા ગણતરીના કલાકોમાં સમગ્ર હત્યાકાંડનો પરદા ફાસ કરી મરણ જનાર પાર્વતી બેનના પ્રેમી તેમજ કુટુંબી માસા જ્યંતી રાઠવા ને દબોચી તેની આકરી પૂછપરછ કરતા સમગ્ર હત્યાં કાંડનો મૂળ સામે આવ્યો હતો. હાલ પોલીસે આ ઘટના સંબંધે હત્યારા પાસેથી હત્યાંમાં વપરાયેલો છૂરો અને મરણ જનાર પાર્વતી બેનના બે મોબાઈલ અને એક હત્યારાનો મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી હત્યારા જયંતિ રાઠવાને જેલ ભેગો કર્યો છે
પોતાના કરતા બમણી ઉંમરના અને ચાર સંતાનોના પિતા જોડેના પ્રેમ સંબંધમાં પાર્વતીને મળ્યું કરુણ મોત
સરસવા ગામની 20 વર્ષીય પાર્વતી ઉર્ફે શિવા પોતાના કુટુંબી માસા કહેવાતા જયંતિ રાઠવા જે પોતે ચાર સંતાનોનો પિતા છે જેમાં બે સંતાનોના લગ્ન કરાવી દીધા છે.આવા પરણિત તેમજ પોતાનાથી બમણી ઉંમરના કુટુંબી માસા જોડેનો પ્રેમ પ્રકરણ પાર્વતીબેનને મોત સુધી ખેંચી લઈ ગયો હતો.એક વર્ષ પૂર્વે બહારગામ મજૂરી અર્થે સાથે ગયેલા કુટુંબી માસા અને ભાણી વચ્ચે બંધાયેલા પ્રેમ સંબંધનો આવો કરુણ અંજામ આવશે તેવું કદાચ મરણ જનાર પાર્વતીબેને સપને પણ વિચાર્યું નહીં હશે
ચાર વર્ષ પૂર્વે કસાઈનો ધંધો કરતો જયંતિ રાઠવાએ પોતાની પ્રેમિકાની ઠંડે કલેજે નિર્મમ હત્યા કરી
પોતાની કુટુંબીક ભાણી જોડે પ્રેમ સંબંધમાં પડેલા જયંતિ રાઠવા ચાર વર્ષ પૂર્વે કસાઈનો ધંધો કરતો હતો જોકે થોડા સમય બાદ આ ધંધો બંધ કરી ઇકોગાડી લાવી અને ભાડા ઉપર વર્ધીનો ધંધો કરતો હતો પરંતુ પોતાના કસાઈ ના ધંધામાં વપરાયેલા છરાનો ઉપયોગ કરી પાર્વતીબેન ની નિર્મમ રીતે હત્યા કરી દીધી હતી
પોતાની મોત ભાળી ગયેલી પાર્વતીએ કૌટુંબિક માસા જયંતિને છરા અંગે પૂછતા તેને આ બાબતે ટાળ્યું હતું
પોતાની ઈકો ગાડીમાં કસાઈના ધંધામાં વપરાયેલો ધારદાર છુંરો લઇ પાર્વતી ને મળવા આવેલા જયંતિને પાર્વતીએ છરા અંગે પૂછતા હત્યારા માસા એ જણાવ્યું હતું કે રસ્તામાં આપણને કોઈ રોકે તો એમને ડરાવવા કામ લાગે તેવું બહાનું ધરયું હતું જોકે પોતાની મોત ભાળી ગયેલી પાર્વતીને કદાચ ખ્યાલ પણ નહી હોઈ કે પોતાના કહેવાતા પ્રેમી આજ છરા વડે તેની જીવનલીલા શંકેલી તેને યમસદને પહોંચાડી દેશે
