
દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામતા ગરાડુમાં આકાશી વીજળી પડતા એક વ્યક્તિ તેમજ બે મૂંગા પશુઓના મોત..
ઝાલોદના ગરાડું ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા એક વ્યક્તિનું મોત..
આકાશી વીજળીએ બે મૂંગા પશુઓને અડફેટે લેતા બે મુંગા પશુઓ પણ મોત ને ભેટ્યા..
ઝાલોદ તા.09
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આકાશી વીજળી પડતા બે મૂંગા પશુઓ તેમજ એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
દાહોદ જિલ્લામાં આજરોજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. તે સમયે ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં આકાશી વીજળી આફત રૂપે પડતા ડામોર ફળિયાના ડામોર તારસિંગભાઈ ના ઘરે આકાશી વીજળી પડતા ગરાળુ ગામના ટીટાભાઈ ગલીયાભાઈ મુનિયાનું આકાશી વીજળી પડતા મોત થયો હતો સાથે સાથે આકાશી વીજળી એ કાળો કેર મૂંગા પશુઓ પણ પર વર્તતા બે મુંગા પશુઓ પણ મોતને ભેટ્યા હતા.