રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ગાંગરડા માં મહિલા એ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી
સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું
ગરબાડા તાલુકાના ગાંગરડા ગામ ખાતે રોજીયા ફળિયામાં રહેતી 27 વર્સીય મહિલા ઇન્દુ બેન નરેશભાઈ ભાભોરે ઘરની અંદર નો દરવાજો બંધ કરી પાટ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના સંદર્ભે મહિલાના સસરા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
