ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામેં ખેતરમાં કામ કરવા ગયેલી મહિલાનું સર્પદંશથી મૃત્યુ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામેં ખેતરમાં કામ કરવા ગયેલી મહિલાનું સર્પદંશથી મૃત્યુ..

 

મહિલા ખેતરમાં નિંદામણ કરવા ગઈ હતી

 

પંથકમાં છેલ્લા બે માસમાં સર્પદંશથી પાંચથી છ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા..

 

ગરબાડા તા.02

 ગરબાડામાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ મારતા મહિલાનું મોત નિપજયાના અહેવાલ પ્રાપ્ત થયા છે

 

ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામના ભાભોર ફળિયામાં રહેતા સેવાભાઈ વાઘજીભાઈની પત્ની લલીબેન વાઘજીભાઈ ભાભોર ઉંમર વર્ષ 50 બપોરના સમયે ખેતરમાં નીંદણ કામ કરવા ગઈ હતી તે દરમિયાન ખેતરમાં નીંદણ કામ કરતી વખતે ઝેરી સાથે ડાબા હાથ વચ્ચે આંગળી ઉપર ડંખ મારતા શરીરમાં ઝેર પ્રસરી જતા આ મહિલા મૃત્યુ નીપજ્યું હતું ઘટના સંદર્ભે રણજીતભાઈ પસાભાઈ ભાભોરે ગરબાડા પોલીસ મથકે જાણ કરી હતી. જે બાદ ગરબાડા પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Share This Article