સુમિત વણઝારા
કાયદાનો કોરડો…
દાહોદમાં 4 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ:બે મહિનામાં નાણાંની ભરપાઈ કરવા કોર્ટનો હુકમ…
દાહોદ તા.૨૫
દાહોદ શહેરમાં ચેક રીટર્ન કેસમાં દાહોદની જ્યુડીશીયલ મેડીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસની કોર્ટ દ્વારા એક ઈસમને ૧ વર્ષની સાદી કેદની સજા અને ૬૦ દિવસની મુદતની અંદર વ્યક્તિને નાણાંની ભરપાઈ કરવાનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દાહોદ શહેરના ગોધરા રોડ પેટ્રોલ પંપની પાછળ સાંસીવાડમાં રહેતાં વિમલભાઈ અત્તરસિંહ વર્માએ ૨૦૧૮ના વર્ષ દરમ્યાન ભારત બહાર દુબઈ તથા બાલી (ઈન્ડોનેશીયા) તરફ ટુર પર જવાનો પ્લાન કર્યાેં હતો ત્યારે આ મામલે પોતાના નજીકના મિત્ર ગણાતા પીટર રોજરીયો ડીસોજા (રહે. વિમલ સોસાયટી, પેટ્રોલ પંપની સામે, ગોધરા રોડ, દાહોદ, તા. જિ.દાહોદ) ને જણાવ્યું હતું ત્યારે પીટરભાઈએ પોતે વિમલભાઈને ટુર પેકેજ કરી આપવાનું જણાવ્યું હતું અને વિમલભાઈના કુલ પાંચ સદસ્યો પૈકી એક – એક લાખ થશે હોવાનું જણાવ્યું હતું ત્યારે વિમલભાઈએ પીટરભાઈને ખાતામાં રૂા. ૪,૯૧,૦૦૦ ટ્રાન્સફર એન્ટ્રી કરાવી હતી અને બાકીના ૯,૦૦૦૦ ઉમેરી કુલ રૂા. ૫,૦૦,૦૦૦ આપ્યાં હતાં. સમય વિતતો ગયો પરંતુ વિમલભાઈની ટુરની ટીકીટ વિગેરે કંઈ ન આવતાં વિમલભાઈએ પીટરભાઈને અવાર નવાર ટકોર કરતાં હતાં અને નહીં થાય તો આપેલ પૈસા પરત આપી દેવા જણાવ્યું હતું ત્યારે પીટરભાઈ દ્વારા પોતાના નામનો તારીખ ૦૭.૦૮.૨૦૧૮ના રોજની તારીખનો ચેક વિલમભાઈને આપ્યો હતો ત્યારે વિમલભાઈએ આ ચેક પોતાના બેન્ક ખાતામાં નાંખતાં ચેક બાઉન્સ થયો હતો ત્યાર બાદ વિમલભાઈ દ્વારા આ મામલે કોર્ટમાં કેસ કર્યાેં હતો ત્યારે આ કેસની સુનાવણી દાહોદની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા તમામ દલીલોને ગ્રાહ્ય રાખી પીટરભાઈને એક વર્ષની સાદી કેદની સજા અને અને ચુકવી દેવાયેલી રકમ પૈકી બાકીની રૂા. ૪ લાખની રકમ ૬૦ દિવસમાં વિમલભાઈને ચુકવવાનો હુકમ કર્યાેં હતો.
