સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના સજોઇ ગામે વાસના ભુખ્યા નરાધમે ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી જુદી-જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું..
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજાેઈ ગામે એક યુવકે એક ૧૬ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી લઈ સુરત અને બારડોલી મુકામે લઈ જઈ ત્યાં તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૯મી જુનના રોજ ધાનપુર તાલુાકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા લોટ દળાવવા ઘંટીએ જતાં હતી તે સમયે ત્યાં ધાનપુર તાલુકાના સજાેઈ ગામે પટેલ ફળિયામાં રહેતો વીનુભાઈ સુમલાભાઈ તંબોળીયા આવ્યો હતો અને સગીરાને ધાક ધમકીઓ આપી, લગ્નની લાલચ આપી અપહરણ કરી પ્રથમ લીમખેડા મુકામે લઈ ગયો હતો અને ત્યાંથી સુરત મુકામે લઈ જઈ સુરત ખાતે સગીરાની મરજી વિરૂધ્ધ વીનુભાઈએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું આ બાદ સગીરાને સુરતથી સજાેઈ મુકામે લાવી આ બનાવ બાબતે કોઈ નિકાલ નહીં આવતાં વીનુભાઈએ ફરી સગીરાનું અપહરણ કરી બારડોલી મુકામે લઈ ગયો હતો અને ત્યાં પણ સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ જેમ તેમ કરી સગીરા ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી ઉપરોક્ત ઘટના બાબતની હકીકત જણાવતાં પરિવારજનો દ્વારા સગીરાને લઈ ધાનપુર પોલીસ મથકે આવ્યાં હતાં અને આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા દ્વારા ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.