![લીમખેડા તાલુકાના પાણિયા ગામે ફોરવહીલ ગાડીમાં 2.49 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો..](https://dahodlive.com/wp-content/uploads/2022/06/Screenshot_20220602-165320-770x377.jpg)
ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના પાણિયા ગામે ફોરવહીલ ગાડીમાં 2.49 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો..
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામેથી પોલીસે બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૨,૪૯,૬૦૦ના પ્રોહી જથ્થા ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૪૯,૬૦૦ સાથે ગાડીના ચાલકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૧૮મી જુલાઈના રોજ લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે પાણીયા ગામે હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો પીકઅપ ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક મહેન્દ્રભાઈ નાથાભાઈ બામણીયા (રહે. માતવા, ગાળીયા ફળિયુ, તા. ગરબાડા, જિ.દાહોદ) ને પોલીસે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.૧૯૨૦ જેની કિંમત રૂા. ૨,૪૯,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૪૯,૬૦૦ના મુદ્દામાલ સાથે આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર નરેશબાઈ રમણભાઈ માવી (રહે. માતવા, તા. ગરબાડા, જિ.દાહોદ) મળી બે ઈસમો વિરૂધ્ધ લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.