ગુજરાત મોડલનો વરવું સત્ય.. શાળામાં અભ્યાસ માટે જતા નાના ભૂલકાઓ કાદવ કીચડમાંથી પસાર થવા મજબુર..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગુજરાત મોડલનો વરવું સત્ય.. શાળામાં અભ્યાસ કરવા જતા નાના ભૂલકાઓ કાદવ કીચડમાંથી પસાર થવા મજબુર..

દાહોદ જિલ્લાના ચંદલા ગામે કાદવકીચડનો સામ્રાજ્ય: વાહનચાલકો તેમજ શાળાએ જતા બાળકોને ભારે હાલાકી…

 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર…

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ચંદલા ગામે જાહેર રસ્તાઓ ઉપર રસ્તાના અભાવે ચોમાસા ઋતુમાં કાદવ, કીચડનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને શાળાએ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચંદલા ગામે ગામ તળ મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં નજીકમાં આવેલ પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે વાહન ચાલકો, રાહહાદારીઓને આ કાદવ, કીચડવાળા રસ્તા ઉપરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનીક લોકો દ્વારા આ જાહેર માર્ગને નવો બનાવવામાં આવે તેવી માંગણી સ્થાનીક તંત્ર તેમજ ઉચ્ચસ્તરે અનેક રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી નવો રસ્તો બનાવવામાં

 

આવ્યો નથી. સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ પણ જાેવા મળી રહ્યો છે. રસ્તા ઉપર કાદવ, કીચડના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ લોકોમાં વ્યક્ત થવા પામી છે. સત્વરે નવો રસ્તો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠવા પામી છે.

————————————–

Share This Article