શિસ્તમાં ચાલતા પક્ષના હોદેદારનું ગેર શિસ્ત વર્તન…ઝાલોદમાં BJP યુવા મોર્ચા મહામંત્રીની દાદાગીરી:કોન્ટ્રાકટરને ધમકાવતાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

Editor Dahod Live
3 Min Read

શિસ્તમાં ચાલતા પક્ષના હોદેદારનું ગેર શિસ્ત વર્તન…

ઝાલોદમાં BJP યુવા મોર્ચા મહામંત્રીની દાદાગીરી:કોન્ટ્રાકટરને ધમકાવતાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લાના ઝાલોદના ભારતીય જનતા પાર્ટીની મહામંત્રીનો ઓડીયો ક્લીપ દાહોદ જિલ્લામાં ભારે વાઈરલ થવા પામ્યો છે જેમાં ભાજપના આ નેતા દ્વારા ખુલ્લેઆમ એક કોન્ટ્રાક્ટરને ધમકાવતો અવાર સ્પષ્ટ સંભાળી શકાય છે જેમાં કોંગ્રેસના કીધે કામ કરશો તો ભારે પડશે તેવી ધમકીઓ ભાજપા નેતા દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહી છે. આ ધમકી ભર્યાેં ઓડીયો ક્લીપ દાહોદ જિલ્લા રાજકારણમાં વાયુવેગે ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપાની ખુલ્લેઆમ ધમકીઓ અને લોકોને દબાવતાં હોવાની ચર્ચાઓ પણ ભારે જાેર પકડ્યું છે.

છેલ્લા બે દિવસથી દાહોદ જિલ્લાના સોશીયલ મીડીયામાં એક ઓડીયો ક્લીપ ભારે વાઈરલ થઈ રહ્યો છે જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનેશભાઈ ભુરીયાના અવાજમાં એક કોન્ટ્રાક્ટરને મોબાઈલ ફોન ઉપર ધમકાવતો ઓડીયો ક્લીપ વાઈરલ થયો છે જેમાં કોંગ્રેસના કીધે કામ કરશો તો કોન્ટ્રાક્ટરને ભારે પડશે અને બીલો અટકાવી દેવાની મહામંત્રી દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. મારે દાહોદના એમ.પી. થી લઈ કેન્દ્ર સુધી પહોંચ છે, બીલ પાસ નહીં થવા દઉ વિગેરે જેવી ધમકીઓ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે. આ ભાજપાના નેતા દ્વારા પોતાના કાર્યકર્તાઓનું કહેવુ કરવું તેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી ત્યારે આ ઓડીયો ક્લીપ સમગ્ર દાહોદ જિલ્લાના રાજકીય પક્ષો સહિત સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં દાહોદ જિલ્લા રાજકારણમાં ખળભળાટ સહિત ચકચાર મચી જવા પામ્યો છે. ભાજપાની ખુલ્લેઆમ દાદાગીરી અને ખુલ્લેઆમ આ કોન્ટ્રાક્ટરને ધમકાવતા આ ઓડીયો ક્લીપને પગલે જિલ્લાવાસીઓમાં તરેહ તરેહની ચર્ચાઓ ભારે જાેર પકડ્યું છે. ઓડીયો ક્લીપમાં ભાજપાના મહામંત્રી દ્વારા કોન્ટ્રાક્ટરને કહેવામાં આવી રહ્યું છે કે, ધોળાખાખરા ગામે સરપંચ કોંગ્રેસી છે, સરપંચની વહાણે ધોળાખાખરામાં લાગતા નહીં, નુકસાન તમને થશે, તમને ત્યાં ઉભા નહીં રહેવા દઉ, ભાભોર સાહેબનો પણ હું માણસ છું, તમારાથી રેકોર્ડ થાય તો પણ કરી લો, તમે અમારા કાર્ય થકીથી કામ કરો, અમારા કાર્યકર જે કહે તે જગ્યાએ કુવા તમારે કરવાના, સરપંચના વહાણે ના લાગતાં, તમે કરશો કે નહીં કરો તે અમને કહો, તમે ના પાડશો હું એમ.પી.ને પર્સનલી રજુઆત કરીશુ, તમે અમારા ભાજપ તરફી કાર્યકરને મળો, તેમની સાથે મુલાકાત કરો, તે કહે તેમ કરો, અમારા વિરૂધ્ધ તમો કામ કરશો તો તમને નુકસાન થશે, તમારૂં બીલ પાસ નહીં થવા દઉ, કોંગ્રેસના માણસ સાથે તમે કેમ કામ કરો છો, આ અમારો વિસ્તાર છે, અમારા માણસોનું કામ થવું જાેઈએ, તમે મને મજબુર ના કરશો કે મારે રાજ્ય સરકારમાં જવુ પડે, વિગેરે જેવી અનેક ધમકીઓ આ ઓડીયો ક્લીપમાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે ત્યારે આ ઓડીયો ક્લીપ દાહોદ જિલ્લાના રાજકારણમાં ભાજપા પાર્ટીના તરફેણમાં ભુકંપ સર્જી નાખ્યો છે. લોકોમાં ભારતીય જનતા પાર્ટીની છબી તરફ અનેક સવાલો પણ ઉઠવા પામ્યાં છે ત્યારે આ મામલે હજુ કોઈ સ્પષ્ટતા થવા પામી નથી કે આ ઓડીયો ક્લીપ ખરેખર ઝાલોદના મહામંત્રીનો છે કે નહીં પરંતુ આ વાઈરલ થયેલ ક્લીપને પગલે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આલમમાં પણ સ્તબ્ધતાનો માહોલ જાેવા મળ્યો હતો.

—————————-

Share This Article