દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર ની અધ્યક્ષતામાં માનગઢ હિલ ખાતે યોજાઇ હતી. 

Editor Dahod Live
3 Min Read

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર ની અધ્યક્ષતામાં માનગઢ હિલ ખાતે યોજાઇ હતી. 

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકાના માનગઢ હિલ ખાતે એક ભવ્ય કારોબારી નું દાહોદ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રભારી રાજેશ પાઠક, હંસાકુવરબા રાજ , સાંસદ જસવંતસિંહ ભાભોર , ગુજરાત વિધાન સભાના દંડક રમેશ કટારા , જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા , જિલ્લા પંચાયત પક્ષ ના નેતા કરણસિંહ ડામોર, જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરિયા, કનૈયા કિશોરી, તથા પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં શરૂઆતમાં દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખે બેઠક ની શરૂઆત વંદે માતરમ્ ગાન સાથે શરૂ કરવી હતી અને તેઓ એ જણાવ્યું હતું કે નવ જુલાઈ એ નવસારીમાં જે પ્રદેશ કારોબારી યોજાઇ હતી જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ ૧૮૨ સિટો જીતવાની રણનીતિ ની ચર્ચા કરી હતી અને તે કેવી રીતે જીતી શકાય તેની રણનીતિની ચર્ચા કારોબારીમાં કરી હતી અને એ આધારે આપડે આપડા જિલ્લાની ” છ ” સીટો જીતવાની છે અને તે માટે આપડે આપડા બુથ ઉપર સો ટકા મતદાન કરવાનું છે કારણ કે આ ચૂંટણી આપડે જીતીશું તો ચોવિસની લોકસભાની ચૂંટણીમાં આપડે નરેન્દ્રભાઈ ને વધારે મજબૂત બનાવી અને ખૂબ રીતે જીતાડી શકીશું. 

 આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને મધ્ય ગુજરાતના પ્રભારી ભાર્ગવ ભટ્ટ એ કહ્યું હતું કે દાહોદ જિલ્લાએ જે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ કાર્ય પછી દાહોદ છવાઈ ગયું છે કારણકે ત્યાર પછી ના દરેક કાર્યક્રમ દાહોદ જેવા હોવા જોઈએ તેવી ચર્ચાઓ થવાની શરૂ થઈ ગઈ છે ત્યારે આપડે જ્યારે દાહોદની તમામ વિધાન સભા જીતવાની વાત કરીએ છીએ ત્યારે આપડે બુથ મજબૂત કરવું પડશે અને તેના થકી શક્તિ કેન્દ્ર અને જિલ્લા સીટ આમ આ રીતે બધાજ આપડે સાથે મળી ને આ કાર્ય શૈલીથી મજુબ કામ કરીશું તો આપડે દાહોદ ની સીટો આરામથી જીતીશું એટલુજ નહિ આપડે આપડે પડોસી રાજ્ય રાજસ્થાન અને આપડે જેવો આદિવાસી જિલ્લો છત્તીસગઢ આ બે રાજ્યો કોંગ્રેસ મુક્ત કરવામાં છે . અને દાહોદ ની ‘ છ ‘ સીટો જીતવાની વાત એટલે કરી રહ્યો છું કેમકે કે આદિવાસી વસ્તી બાહુલ્ય ધરાવતો આ જિલ્લો દાહોદ તમામ સીટો જીત્યો છે જે રાજ્યમાં અને દેશ માટે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની જશે.

 

દાહોદના પ્રભારી હંસાકુવરબા એ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદીએ આપેલ નવ મુદ્દાઓ જેવાકે ઋષિ પરંપરા , સંસ્કૃતિ વગેરે ઉપર દેશ અને નીતિઓ આધારિત છે.આ કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ ગુજરાત રાજ્યના માજી મંત્રી બચુભાઇ ખાબડ એ મૂક્યો હતો અને આર્થિક અને ગરીબ કલ્યાણ વિષય ઉપર જસવંતસિંહ ભાભોર એ માહિતી આપી હતી

 

 

દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તદુપરાંત દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ , ઝોન પ્રભારી ભરતસિંહ સોલંકી, દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ, દાહોદ શહેર મહામંત્રી આર્પિલ શાહ, હિમાંશુ નાગર, દાહોદ પાલિકાના દંડક શ્રધ્ધાબેન , પક્ષના નેતા રાજેશભાઈ શેહતાઇ, ઉપસ્થિત રહ્યા હતા .અને ત્યાર પછી આભાર વિધિ કનૈયા કિશોરી કરી હતી .

Share This Article