
દાહોદ:દેશમાં વધી રહેલા ઈસ્લામિક જેહાદી કટ્ટરવાદના અને હિંસા ફેલાવનારા તત્વો સામે કાર્યવાહીની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નું રાષ્ટ્રપતિને આવેદન…
દાહોદ, તા.૧૭
દેશમાં વધી રહેલા ઈસ્લામીક જેહાદી કટ્ટરતા અને હિંસા કરવાવાળાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગણી કરતુ આવેદનપત્ર દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દલ દ્વારા મહામાહિમ રાષ્ટ્રપતિને પહોંચતુ કરવા કલેક્ટરને આપવામાં આવ્યું હતુ.
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં ઈસ્લામીક જેહાદી કટ્ટરતા દિન-પ્રતિદિન વધી રહી છે. હિન્દુ ઉપર આયોજન બધ્ધ હુમલા કરવામાંઆવી રહ્યા છે. ભગવાન શ્રી રામનો જન્મોત્સવ શ્રી રામનવમીના દિવસે દેશભરમા શોભાયાત્રાઓ ઉપર પથ્થરમારો તથા હુમલાઓ કરવામાં આવ્યા. જેને કારણે અનેક જગ્યાએ ક ફર્યું નાંખવો પડ્યો અને સમગ્ર દેશમાં ભારેલ અગ્ની જેવી સ્થિતિ સર્જાઈ હિન્દુ સમાજે સંયમ રાખ્યો જેથી કોઈ મોટી અપ્રિય ઘટના ન ઘટી. ત્યારબા દ કેટલીક જગ્યાએ હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થર મારો થયો. હિન્દુ સમાજ પોતાના જ દેશમાં પોતાના અરાધ્ય દેવોની શોભાયાત્રા પણ કાઢી નથી શકતા હિજાબ વિવાદના સમયે કર્ણાટકમા બજરંગ દળના કાર્યકર હર્ષાની નિર્મલ હત્યા કરવામાં આવી હતી તે સમયે પણ અનેક જગ્યાઓ ઉપર હુમલા થયા હતા.
તાજેતરમાં બહેન નુપુર શર્મા તેમજ નવીન નિન્દલના વક્તવ્યોને લઈને છેલ્લા બે શુક્રવારે જુમ્માની નમાજ પછી મસ્જીદોમાંથી હુમલા કરવામાં આવ્યા હિન્દુઓના ઘરો, દુકાનો, વાહનોને આગ ચાંપવામાં આવી સરકારી મિલકત અને મંદિરોને પણ ભારે નુકશાન પહોચાડવામાં આવ્યું. પોલીસ પર પણ હુમલા થયા. અનેક લોકોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે કાયદાને આ કટ્ટરવાદીઓએ મજાક બનાવી દીધો છે.બંગાળ, કેરળ જેવા રાજ્યોની સરકારો તો જાણે આ કટ્ટરવાદીઓની સાથે ઉભેલી જાેવા મળી રહી છે. જ્યારે અનેક વિધર્મીઓ દ્વારા હિન્દુ-માન બિન્દુઓ, દેવી-દેવતાઓના સંદર્ભે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાંપ્રદાયીક તેમજ છતા દેશના અનેક સેક્યુલર પક્ષ આ મુદ્દે મોૈન રહ્યા છે વાતવાતમાં લોકશાહી ખતરામાં હોવાની દુહાઈ આપવાવાળા અનેક રાજકીય પક્ષો છેલ્લા બે શુક્રવારે થયેલ લોકશાહીની હત્યાના મામલે મોૈન રહ્યા છે તેઓને મોૈન રહેવાથી કટ્ટરવાદીઓની હિમ્મત વધે છે.
દેશનો સમસ્ત હિન્દુ સમાજ આ હુમલાઓથી વિચલીત છે અને ક્રોધિત પણ છે. આ ઘટનાઓનો હિન્દુ સમાજ વિરોધ કરી માંગણી કરી રહ્યો છે કે છેલ્લા બે શુક્રવારે જુમ્માની નમાજ પછી મસ્જીદોમાંથી નીકળી ઉન્માદી ટોળા અને તોફાનીઓની ઓળખ કરી તેઓ સામે રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ૧૭ જુનના દિવસે આ મસ્જીદો સહીત અન્ય મસ્જીદો પર પણ ચાપતી નજર રાખવામાં આવે. મુલ્લા, મોકલીઓ કે અન્ય કોઈને પણ જેહાદી ભાષણ કરતા રોકવામાં આવે. આ લોકોને ઉશ્કેરવાળા મુલ્લા, મોલવીઓ અન્ય મુસ્લીમ, તેમજ સેક્યુલર નેતાઓની ઓળખ કરી તેઓ સામે પણ રાસુકા લગાવી તડીપારની કાર્યવાહી કરવામાં આવે, દેશભરમાં આવા કોમી ઝેર ફેલાવવાળાઓને ઓળખી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવે, જેઓને ધમકીઓ આપવામાં આવી રહી છે તેઓને રક્ષણ આપવામાં આવે તેમજ ધમકીઓ આપવાવાળા પર પણ ક ડક કાર્યવાહી કરવામાં આવે. જે મસ્જીદ અને મદરેશાઓમાંથી તોફાની ટોળા નીકળ્યા તેની એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવે. ઈસ્લામીક જેહાદી કટ્ટરતા ફેલાવી દેશમાં હિંસા કરાવવાવાળા સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓઈ ઈન્ડીયા તેમજ તબલીગી જમાત જેવા કટ્ટરપંથી સંગઠનો પર તાત્કાલીક પ્રતિબંધ લગાવામાં આવે. તેમજ જે સ્થળે હિન્દુ-લઘુમતી થઈ ગયો છે ત્યાં તેની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ તે વિસ્તારમાં કાયમી પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તથા ત્યા ફરજ પરના સુરક્ષા કર્મીઓને જરૂરી સુવિધાઓ તેમજ અધિકાર આપવામાં આવે. ભારતને સમગ્ર હિન્દુ સમાજ આપની પાસે ઉપરોક્ત માંગણીઓને ધ્યાને લઈ તાત્કાલીક નિર્ણય લઈ સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપો તેવી અપેક્ષા રાખી રહ્યો છે.