ગરબાડાના ટૂંકીવજુ ગામે ચૂલા પર રસોઈ બનાવતા વેળાએ આગનો તણખલો કાચા મકાન પર પડતા આખું મકાન અગન જ્વાળાઓમાં ફેરવાયું

Editor Dahod Live
1 Min Read

ગરબાડના ટૂંકીવજુ ગામે ચૂલા પર રસોઈ બનાવતા વેળાએ આગનો તણખલો કાચા મકાન પર પડતા આખું મકાન અગન જ્વાળાઓમાં ફેરવાયું

 મકાન માલિકને 3.50 લાખનો નુકશાન…

દાહોદ તા.5

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે ઘરમાં ચુલા પર રસોઈ બનાવતી વેળાએ અકસ્માતે ચૂલાની આગનો તલખનો કાચા મકાનના લાકડા ઉપર આવી જતા આખું ઘર અગન જ્વાળાઓમાં ફેરવાઈ ગયું હતું અને આગમાં અંદાજે રૂપિયા 3,50,000/- નું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.

 

ગત તારીખ ૩ જૂનના રોજ ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામએ રોજી ફળિયામાં રહેતા ચતુરીબેન પોતાના ઘરની અંદર ચૂલા ઉપર જમવાનું બનાવી રહ્યા હતા તે સમયે ચૂલામાં સળગતા લાકડા રહી જતા તેનાથી અકસ્માતે ઘરમાં આગ ફાટી નીકળી હતી અને જેને પગલે ઘરમાં મૂકી રાખેલ ઘરવખરીનો સામાન તથા બીજા જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા અને અંદાજે રૂપિયા 3,50,000/- નું નુકસાન થયું હતું.

આ સંબંધે ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે રોજી ફળિયા ખાતે રહેતા બલિયાભાઈ નરસિંહભાઈ ખરાડ ગરબાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article