દે.બારિયા તાલુકાના બૈણા ગામે બે મોટરસાયકલ સામસામે અથડાઇ: એકનું મોત…

Editor Dahod Live
1 Min Read

દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામે બે મોટરસાયકલ સામસામે અથડાઇ: એકનું મોત…

દાહોદ તા.27

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામે બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા એકનું સારવાર દરમિયાન મોત નિપજયાનું જાણવા મળે છે.

ગઢ તારીખ ૨૫મી મેના રોજ દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામે વચલા ફળિયામાં રહેતા દિનેશભાઈ છત્રસિંહ પટેલ પોતાના કબજાની મોટરસાયકલ લઇ બૈણા ગામેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દિનેશભાઈ ની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાવતા દિનેશભાઈને શરીરે હાથે-પગે તેમ જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને પગલે તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન દિનેશભાઈ નું મોત નિપજતા આ સંબંધે બૈણા ગામે વચલા ફળિયામાં રહેતા ગોપાલભાઈ દેવાભાઈ રાઠોડ દ્વારા દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article