જીગ્નેશ બારીઆ @ દાહોદ
દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં આવેલ પ્રયાસ સંસ્થા માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજવાતી એક મહિલા મહિલા ગમલા તથા કતવારા ગામની મહિલા ગ્રૃપોના નાણાં ઉઘરાવી રોકડા રૂ.૧,૨૫,૦૦૦ રોકડા લઈ મહિલા કર્મચારી અને તેનો પતિ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદ ખાતે ફાઈનાન્સની ઓફીસ ખાતે રવાના થયા હતા તે સમયે રસ્તામાં પુસરી ગામે હાઈવે રોડ પર એક મોટરસાઈકલ પર સવારે થઈ આવેલા ત્રણ અજાણ્યા ચોરોએ મોટરસાઇકલ પર મહિલાની હાથમાંથી રોકડા રૂ.૧,૨૫,૦૦૦ ની બેગ છુટવી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.

દાહોદ શહેરમાં આવેલ પ્રયાસ સંસ્થા માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતી અને આદિવાસી સોસાયટી, પટેલ ફળિયામાં ચાકલીયા રોડ,દાહોદ ખાતે રહેતી સંજુબેન જયંતભાઈ પરમાર આજરોજ સવારના ૦૭.૫૦ કલાકે પોતાની ફાઈનાન્સ કંપનીમાં ફરજ પર હતા અને ત્યાર બાદ સંજુબેન પોતાના પતિ જયંતભાઈ સાથે ગમલા અને કતવારા ગામે ગયા હતા અને ત્યાના કુલ ૦૮ મહિલા ગ્રૃપોના સભ્યોના લોનના હપ્તા રીકવરીના રોકડા રૂ.૧,૨૫,૦૦૦ લઈ પોતાની સાથે રાખેલ કાળા કલરની કાપડની બેગમાં ભરી પરત દાહોદ ખાતે આ દંપતિ આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં પુસરી ગામે હાઈવે રોડ પર પાછળથી આવેલ એક મોટરસાઈકલ પર સવાર ત્રણ અજાણ્યા યુવકો જેમની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની આ ત્રણ યુવકોએ સંજુબેન પાસેની રોકડા રૂપીયા ભરેલ બેગની તડફંચી કરી છુટવી લઈ દાહોદ તરફ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે ભગાડી છુમંતર થઈ ગયા હતા.
આ સમગ્ર મામલે સંજુબેન જયંતભાઈ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે દોડી આવી આ સંદર્ભે અજાણ્યા ત્રણ ચોર,લુંટારૂઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
————————————————————————————