દે.બારીઆ ખાતે મહારાષ્ટ્રના 53 મા વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પુર જોશમાં,

Editor Dahod Live
2 Min Read

મઝહરઅલી મકરાણી @ દે.બારીઆ 

મહારાષ્ટ્રના 53 મા વાર્ષિક નિરંકારી સંત સમાગમ ની તૈયારીઓ પુર જોશમાં, ભક્તિ ભાવ થી યુક્ત ઉત્સાહપૂર્ણ સેવાઓનો અદ્ભૂત દૃશ્ય, ગુજરાત થી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભક્તો પ્રતિદિન સેવાઓ માં શામિલ

દે.બારીઆ તા21

મહારાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થળ, નાસિકના, બોરગડ, મખમલાબાદ, પેઠ, ધરમપુર ગુજરાત હાઈવે વિસ્તારમાં આશરે 212 એકરના વિશાળ ઠક્કર ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્રના 53 માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પુર જોશ થી કરવા માં આવી રહી છે. સેવા કરતા નિરંકારી ભક્તોના ચહેરા પર ભક્તિ, ઉત્સાહ ના ભાવ પ્રકટ થાય છે, ઈશ્વર પ્રત્યેની તેમની સાચી શ્રદ્ધાનો અદભૂત નજારો પ્રત્યક્ષ થાય છે.

આ વિધિવ્રત સેવાઓનું ઉદ્ધઘાંટન 22 મી ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવ્યું હતું અને તે પછી નિરંતર સમાગમ ની તૈયારીઓ ચાલી રહી છે. નાસિક ઉપરાંત હજારો નિરંકારી ભક્તો નજીકના જિલ્લાઓ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી તેમની ભક્તિમય સેવાઓ આપી રહ્યા છે. નિરંકારી શ્રદ્ધાળુઓ ગુજરાત વિસ્તારમાંથી દરરોજ સેંકડોની સંખ્યામાં આ સ્વૈચ્છિક સેવાઓમાં ભાગ લય રહ્યા છે.
આ સંત સમાગમ 24, 25 અને 26 જાન્યુઆરી, 2020 ના રોજ નિરંકારી સદગુરુ માતા સુદિક્ષા જી મહારાજના પવિત્ર સાનિધ્ય માં થવા જઈ રહ્યો છે, જેમાં સત્ય, પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ જનસામાન્ય સુધી પહોંચાડવામાં આવશે.
સંત નિરંકારી મિશનની સ્થાપના વર્ષ 1929 માં પેશાવર (હાલ પાકિસ્તાન) માં થઈ હતી. આધ્યાત્મિક જાગૃતિ દ્વારા વિશ્વમાં અમન, શાંતિ, માનવતા અને વિશ્વબંધુત્વ નો સંદેશો ફેલાવનારા આ મિશનને 90 વર્ષ પૂરા થયા છે. તેથી, આ સમાગમ નો મુખ્ય વિષય ‘સંત નિરંકારી મિશનના 90 વર્ષો’ રાખવામાં આવ્યું છે.

Share This Article