રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની નવાફલીયા સામૂહિક કેન્દ્રમાં એક રાતમાં 15 સફળ પ્રસૂતિ કરાવનાર નર્સનું સન્માન કરાયું
ગરબાડા તા.13

વડોદરા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ નર્સિંગ ડે ના દિવસે એક રાતમાં 15 સફળ પ્રસૂતિ કરાવનાર ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની નર્સનું સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું.
તા .12 મી મે એ સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયના પ્રણેતા એવા ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મ દિવસને ઇન્ટરનેશનલ નર્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે.જે નિમિત્તે વડોદરા સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અને સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સવારે નર્સિંગ કોલેજમાં

પ્રવેશ મેળવનાર પ્રથમ વર્ષના સ્ટુડન્ટ્સનો શપથિવિધ સમારોહ યોજાશે.આ કાર્યક્રમ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડાના સામુહિક આરોગ્ય કેન્દ્રની નર્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.અને આ નર્સ સોનલબેન તેરસીંગ ડામોરે એક રાતમાં 15 સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી હતી.તેવું નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કમલેશ પરમારે જણાવ્યું છે .
