અભેસિંગ રાવળ @ લીમખેડા / જીગ્નેશ બારીઆ દાહોદ
લીમખેડા નગરમાં સ્કૂલ વાનમાં 25 બાળકો ભરી દારૂ પીધેલ હાલતમાં ચાલકે ગાડી પુરઝડપે હંકારી લાવી અકસ્માત સર્જ્યો, વાનમાં બેઠેલા વિધાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા, સદ નસીબે મોટી જાનહાની ટળી સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ સ્કૂલના બાળકોને ભરી દરરોજ પસાર થતા શાળા પ્રસાશન તેમજ પોલીસતંત્ર કઈ રીતે ચલાવતું હતું તે યક્ષપ્રશ્ન,
લીમખેડા/દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં ગતરોજ એક બાળકો ભરેલ સ્કુલ વાનના ચાલકે દારૂ પીધેલી હાલતમાં પોતાના કબજાની સ્કુલવાન પુરઝડપે હંકારી લાવતાં આગળ ઉભેલ એક કારને ટક્કર મારતાં મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી. આ અકસ્માતમાં સ્કુલ વાનમાં ૨૫ થી વધુ શાળાના બાળકો બેઠા હતી પરંતુ સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.