રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..
લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામના આધેડનું અપહરણ કરી મોત નીપજાવતા 6 ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો.
લીમખેડાના પરમારના ખાખરીયાની સીમાડા માંથી એક ઇસમનો મૃતદેહ મળવાનો મામલો.
પોલીસ દ્વારા આરોપીઓના નામ છુપાવવાનો પ્રયાસ કરતાં પરિવારજનો રોષે ભરાયા.
આરોપી રાજકીય વગ ધરાવતા હોવાથી ફરિયાદમાં નામ નહી લખતા પરિવારજનોમાં રોષ.
પરિવારજનો પોલીસ વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા.
ગતરોજ બપોરના સમયે મરણ જનાર ઈસમનું અપહરણ કરી હત્યા કરાઈ હોવાનું પરિવારજનો લગાવી રહ્યા છે આરોપ.
પોલીસ રાજકીય દબાણવશ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પરિવારજનોએ લગાવ્યા આક્ષેપ: ઘટનાની નિષ્પક્ષ તપાસની પરિવારજનોએ કરી માંગ.
સુખસર,તા.30
લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે આરોપીઓની પુત્રીને અપહરણ કરતાં તેની અદાવત રાખી અપહરણ કરનારના પિતાને ગતરોજ અપહરણ કરી જઇ કોઈ બોથડ પદાર્થ વડે મારમારી માથામાં તેમજ આખા શરીરે ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતાં 6 આરોપીઓ વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ પરમારના ખાખરીયા ગામે રહેતા સુક્રમ ભાઈ કલાભાઈ નિનામા ઉંમર વર્ષ આશરે 52 નાઓનો પુત્ર પંકજભાઈ રયલાભાઈની છોકરી પાયલબેનને પત્ની તરીકે રાખવા સારું અપહરણ કરી ગયેલ હતો.જેની અદાવત રાખી ગતરોજ સુક્રમભાઈ કલાભાઈ નીનામા ઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને કોઈ બોથડ પદાર્થ વડે મારમારીને માથામાં તેમજ આખા શરીરે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું.જયારે મૃતકના બીજા પુત્રને અપહરણકારોએ ધમકી આપી જણાવેલ કે તારા પિતાને અમો માર મારીએ છીએ તે તને સંભળાય છે.જો તમો અમારી છોકરી નહીં સોપો તો તમારા પિતાને મારી નાખીશું તેમ જણાવી માર મારતા હોવાનું મોબાઈલ દ્વારા જણાવ્યું હતું. જ્યારે આ બાબતે જે.તે નિર્ણય માટે ગામની પણ બોલાવી હતી.તેવા સમયે વાતો વાતથી જાણવા મળેલ કે સુક્રમ ભાઈ નીનામાનું મોત નિપજેલ છે.અને તેઓ નિનામાના ખાખરીયા સીમાડા પાસે નાનસલાઈ વાળી જગ્યાએ નીલગીરીના ઝાડ નજીક પટોળા તરફ જતા કાચા રસ્તાની બાજુમાં પડેલ છે. તેવી વાત જાણવા મળતા પરિવારજનો સ્થળ ઉપર ગયા હતા. જ્યાં જઇ જોતા સુક્રમભાઈ મૃત હાલતમાં જોવા મળ્યા હતા.તેઓને બંને હાથે તથા બંને પગે તથા માથામાં પાછળના ભાગે લોહી નીકળે જોવા મળ્યું હતું.
અહીંયા જણાવવું જરૂરી છે કે,આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીઓના નામ છુપાવવાનો પ્રયાસ થતા મૃતકના પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.તેમજ થતી ચર્ચા મુજબ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી ફરિયાદમાં આરોપીઓના નામની બાદબાકી કરવામાં આવી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા હતા.જ્યારે પોલીસ પણ રાજકીય દબાણવશ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું પરિવારજનોએ આક્ષેપ કરી ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.આ મામલાને લઈને પોલીસ અને પરિવારજનો વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ઉપરોક્ત બાબતે મૃતક શુક્રમભાઇ નાઓના પુત્ર નરેશભાઈ સુક્રમભાઈ નીનામાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપીઓમાં સરતનભાઈ ઉર્ફે કાંગાભાઈ મગનભાઈ ડામોર,ટીનાબેન સરતનભાઈ ડામોર, મણિયાભાઈ નારસિંગભાઈ ડામોર, મથુરીબેન મણિયાભાઈ ડામોર, પોપટભાઈ રાજુભાઇ ડામોર તથા રયલાભાઈ મણિયાભાઈ ડામોર નાઓ ની વિરુદ્ધમાં રાયોટીંગ તથા હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.