ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડાના હિન્દુ સંગઠન દ્વારા લીમખેડા મામલતદાર તથા લીમખેડા પોલીસ ને આવેદનપત્ર સુપ્રત કરાયું
-> દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની હિન્દૂ સમાજ ની દીકરી ને મુસ્લિમ યુવાન દ્વારા ફોસલાવી પટાવી લગ્નન કરીને ધર્મ પરિવર્તન કરવાના બદ ઇરાદે તા.૨૭-૦૪-૨૦૨૨ ના રોજ બી.એસ.સી પરીક્ષા આપવા જતી વખતે દાહોદ સાયન્સ કોલેજ દાહોદ થી મુસ્લિમ યુવકે હિન્દુ સમાજની દીકરીનું અપહરણ કર્યું હતું.
– સમગ્ર હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિસદ , બજરંગ દળ લીમખેડા પ્રખન્ડ દ્વારા આ ઘટના બાબતે યોગ્ય ન્યાય ના મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી સાથે લીમખેડા પોલીસને તથા લીમખેડા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું .