
કલ્પેશ શાહ. સિંગવડ પ્રતિનિધિ
સિંગવડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના 42 માં સ્થાપના દિન નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું
સીંગવડ તા.06
સીંગવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ૪૨મા સ્થાપના દિનને લઈને સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ જિલ્લા યુવા મોરચા પ્રમુખ મોહિત ડામોર ભાજપ જિલ્લા યુવા મોરચા મહામંત્રી અલઈ દરજી રાહુલ રાવત સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ સિંગવડ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ નિકુંજ બારીયા સિંગવડ તાલુકા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ રાહુલ જશવંતસિંહ બારીયા તથા ભાજપા કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા જ્યારે રેલીનું નાના આંબલીયા થી જિલ્લા ભાજપ મહામંત્રી રાહુલ રાવત તથા સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા લીલીઝંડી આપી ને 1:30 વાગ્યે પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી માત રે 70 થી 80 બાઇકો જોડાઈ હતી મલેકપુર રણધીકપુર સિંગવડ પિસોઈ પીપળીયા છાપરવાડ કેસરપુર થઈને ઢબુડી ગામે બાઇક રેલીનું પૂર્ણ કરવામાં આવી હતી જ્યારે આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવા ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો બાઇક રેલીમાં જોડાયા હતા