સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ભરવા માટેના દાવાઓ પોકળ સાબિત થયા: સરકારની સરકારની યોજના માત્ર કાગળ પુરતી સીમિત..

Editor Dahod Live
3 Min Read

ઇલ્યાસ શેખ સંતરામપુર

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ભરવા માટેના દાવાઓ પોકળ સાબિત થયા: સરકારની સરકારની યોજના માત્ર કાગળ પુરતી સીમિત..

 

સંતરામપુર તા.28

 

સંતરામપુર તાલુકામાં તળાવો ભરવા માટે 2017 માં મુખ્યમંત્રી વરદહસ્તે સરસણ ગામ ના ભીલોડીયા તળાવમાં ખાત મુહર્ત કરવામાં આવેલું હતું.પરંતુ હજુ સુધી તળાવની અંદર એક ટીપું પણ પાણી પડ્યું નથી. ઉનાળો આવી ગયો પરંતુ તળાવ ખાલીખમ ખેડૂતો રાહ જોઈને બેસી રહ્યા છે. કે તળાવો ક્યારે ભરાશે..? અમને ક્યારે પાણી મળશે શું.? તળાવો ઉનાળામાં ભરવાના હોય છે કે કે ચોમાસામાં ખેડૂતોમાં ચર્ચા બની રહી છે. સંતરામપુર તાલુકાના સરસણ ગોધર 5 ચુથાના મુવાડા રામ પટેલના મુવાડા પઢારિયા રાણીજીની પાદેડી આટલા તળાવો ભરવા માટે સરકારી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી 2017 માં જોરશોરથી તળાવો ભરવા માટે ખેડૂતોને આશ્વાસન આપેલું કે અમે ખેડૂતોને પાણી વગર નહીં રહેવા દઈએ પરંતુ ખેડૂતોને અત્યારની પરિસ્થિતિ ગંભીર બની છે. ગ્રામ્ય વિસ્તારમાં કુવાઓ બોર નદીઓમાં સુક્કાભઠ્ઠ અને ખાલીખમ થઈ ગયું છે.ઘાસચારો માટે પણ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે.માનવજાત અને મૂંગા પશુઓ માટે પાણી પીવડાવવા માટે વલખા મારવા પડે છે.ક્યારે ભરાશે ક્યારે મળશે.? આવા અનેક સવાલો ખેડૂતોના મનમાં ઊભા થઈ રહ્યા છે.પર સરકાર અને સરકારી અધિકારી અને ચૂંટાયેલા નેતાઓ માત્ર વાતો જ કરે છે. અને જ્યારે અનેક સવાલ કરવામાં આવે યોગ્ય જવાબ આપવામાં આવતો જ નથી.આજે ભીલોડીયા તળાવને ખાત મુહર્ત કર્યા પાંચ વર્ષ વીતી ગયા પાંચ વર્ષમાં આ ભીલોડીયા તળાવમાં એક ટીપુ પણ પાણી નથી.પડ્યો જેમ જેમ દિવસો જાય છે.ઉનાળાનો ગરમીનો પારો વધી રહેલો છે.હવે ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ક્યારે ભરાશે.? અને ક્યારે પાણી મળશે અસહ્ય પાણીની અછત થઈ રહેલી છે.અને ખેડૂતો મૂંગા પશુઓ માટે ચિંતાતુર બન્યા છે. છેલ્લા બે વર્ષથી તળાવો ભરવા માટે કોન્ટ્રાક્ટરની કામગીરી સોંપી છે. હજુ સુધી કામગીરી જોવાઈ રહી નથી. અને રાજ્યકક્ષાના મંત્રી સંતરામપુર તાલુકાના મોટી ખરસોલી ગામે તળાવ ઉંડુ કરવાનું ખાત મુહર્ત કરેલું હતું.પરંતુ તળાવ ઉંડુ કરવાથી કોઈ ફરક પડતો નથી. ખરેખર હાલમાં સંતરામપુર તાલુકાના દરેક તળાવોમાં પાણી થી ભરવા જરૂરી બન્યા છે. હવે ખુલ્લા દરેક તળાવોમાં પાણીના હોવાના કારણે ક્રિકેટનું મેદાન બન્યું અને ચારેબાજુ તળાવમાં ઝાડી ઝાખરાઓ ઉગી નીકળે છે.અને ભીલોડીયા તળાવમાં રામ નવમીના દિવસે રાજ્યકક્ષાના મંત્રી તળાવ મંદિરે કહ્યું હતું કે કે તળાવો માં પાણી આવી જશે હજુ સુધી પાણી આવેલું જ નથી..

Share This Article