દાહોદનું ગૌરવ…માધુરી દીક્ષિત એશિયન એક્સેલેન્સ એવોર્ડ 2022 બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એવોર્ડ મેળવતા દાહોદની દાઉદી વ્હોરા સમાજની યુવતી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

દાહોદનું ગૌરવ…માધુરી દીક્ષિત એશિયન એક્સેલેન્સ એવોર્ડ 2022 બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એવોર્ડ મેળવતા દાહોદની દાઉદી વ્હોરા સમાજની યુવતી

મુંબઈ મુકામે યોજાયેલ કાર્યક્રમમાં માધુરી દીક્ષીતના હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતું.

દાહોદ/ફતેપુરા તા.13

દાહોદ જિલ્લાના મુખ્યમથક દાહોદ ગોદીરોડ ખાતેની રહેવાસી દાઉદી વ્હોરા સમાજની યુવતીને માધુરી દીક્ષીતના વરદ હસ્તે 2022 બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એવોર્ડ મળતા દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ વધારેલ છે.૧૧મી માર્ચ મુંબઈના ઝુહુ બ્રિજ પર આવેલ નોવોટેલ હોટલમા યોજાયેલ કાર્યક્રમમાં દાહોદ ગોદીરોડ પર વસવાટ કરતાં દાઉદી વ્હોરા સમાજની યુવતી અમીનાબેન ઝુલ્ફીકાર મનસોરવાલા નગદીવાળાને માધુરી દીક્ષિત એશિયન એક્સેલેન્ટ એવોર્ડ 2022 બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એવોર્ડ બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષીતના વરદ હસ્તે મળતા દાઉદી વોરા સમાજનું ગૌરવ વધારેલ છે.

દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લામાંથી આમીનાબેનને પસંદગી થઇ એવોર્ડ અને સર્ટિફિકેટ મળતા દાહોદ શહેર સહીત દાઉદી વોરા સમાજનું ગૌરવ વધારેલ છે અગાઉ પણ આ મીનાબેનને બેસ્ટ મેકઅપ અર્ટિસ્ટ એવોર્ડ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના વરદ હસ્તે મળી ચૂકેલ છે.

Share This Article