વાદળછાયા વાતાવરણ તેમજ ગાઢ ધુમ્મસથી શહેર હિલ સ્ટેશનમાં ફેરવાયું:ઠંડા પવનના સુસવાટામાં શહેરીજનો ઠુંઠવાયા

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર:દાહોદ 

સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ,સુર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે જિલ્લો ગાઢ ધુમ્મસ તેમજ ઠંડા પવનના સુસવાટામાં હિલ સ્ટેશનમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત,ઠેર-ઠેર તાપણું સળગાવી ઠંડીથી રાહત મેળવતા નગરજનો, બજારોમાં અવર જવર ઘટતા રસ્તાઓ સુમસામ,શાળાઓમાં બાળકોની સંખ્યા નહીવત્‌ કામકાજ માટે ઓફીસ,દુકાન, કચેરી વિગેરે જેવા સ્થળોએ જતાં કર્મચારીઓ,વેપારીઓનો સ્થળ પહોંચવા સમય બદલાયો,શહેરની ચાહ્‌,કોફી જેવા ટી સ્ટોલો પર લોકોનો જમાવડો 

દાહોદ તા.૦૨

ડિસેમ્બર માસ પુર્ણ અને ૨૦૨૦નું જાન્યુઆરી માસનો આરંભ થતાં જાણે નવા વર્ષે ઠંડીએ જોર પકડ્યું હોય તેમ દાહોદ શહેર સહિત જિલ્લો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસથી કડકડતી ઠંડી વચ્ચે છવાઈ ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા બે દિવસથી સુર્યનારાયણે દર્શન ન દેતા ઠંડીથી લોકોની હાલત વધુ કફોડી બની છે. આવા સમયે બજારોમાં અવર જવરો ઘટી છે અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૦ના પ્રારંભ સાથે જ જાન્યુઆરી માસના પ્રથમ બે દિવસ દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠંડીએ પકડ જમાવી રાખી છે. સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુર્યનારણયે દર્શન ન દેતા દાહોદ જિલ્લો ગાઢ ધુમ્મસ વચ્ચે ઠંકાઈ જવા પામ્યો છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. કામકાજ માટે ઓફીસ,દુકાન, કચેરી વિગેરે જેવા સ્થળોએ જતાં કર્મચારીઓ,વેપારીઓનો સ્થળ પહોંચવા સમય બદલાયો છે. વહેલી સવારથી તેમજ સાંજ પડતાં શહેરના તમામ માર્ગાે પર લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાનો સહારો લેતા પણ નજરે પડ્યા છે. આવા સમયે મજુરી કામ કરતાં લોકોની હાલત વધુ કફોડી બની છે. જન જીવન જાણે અસ્તવ્યસ્ત બન્યુ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. શહેરના બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશને અવર જવર કરતાં લોકો સ્ટેશનની બહાર તાપણું સળગાવી ઠંડીથી રાહત મેળવી રહ્યા છે. ત્યારે વેપારી વર્ગ દ્વારા શહેરની દુકાનો ખોલવામાં પણ સમયમાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે. ઠંડીના કારણે શહેરની શાળાઓમાં બાળકોની સંખ્યામાં પણ નહીવત્‌ જોવા મળી રહી છે. બાળકોને આવી કડકડતી ઠંડીમાં શાળામાં મોકલવા વાલીઓ પણ અચકાતા નજરે પડ્યા હતા. ત્યારે આવી ઠંડી આગામી કેટલા દિવસ પોતાનું રૂખ અપનાવે છે તે જોવાનું રહ્યું છે. શહેરની ચાહ્‌,કોફી જેવા ટી સ્ટોલો પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

Share This Article