દાઉદી વોરા સમાજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ઝાયડસ હોસ્પિટલના પરિસરમાં સફાઈ અભિયાન યોજાયો

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા , રાજેશ વસાવે :- દાહોદ

દાઉદી વોરા સમાજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ઝાયડસ હોસ્પિટલના પરિસરમાં સફાઈ અભિયાન યોજાયો

વિશ્વ માં પર્યાવરણ જાગૃતિ માટે અને દેશ માં સફાઈ માટે પર્યાવરણ વાદીઓ દેશ માં ગાંધીજી એ સ્વચ્છતા અને રાષ્ટ્રીય ભાવના માટે જાગૃત આવે તે માટે આહવાન કર્યું હતું જેને સમનાતર ઇસ્લામ ધર્મ માં કુરાન માં પણ એની ઘણું મહત્વ આપવા માં આવ્યું છે ઇસ્લામ માં એવું કેહવાય છે કે “હુબુલ્લ વતન મીનળ ઈમાન” કે વતન ની સાચી મોહબ્બત અને તેની વફાદારી અમારા ઈમાન નો ભાગ છે એજ રીતે નઝાફતુલ મીનળ ઈમાન કે સ્વચ્છતા પણ ઈમાન ની રોશની માંથી છે એની સાચી સમજ આપતા દાઉદી વ્હોરા સમાજ ના ધર્મ ગુરુ સૈયદના સાહેબ એ પોતાના જમાના દેશ માં સ્વચ્છતા અભિયાન માટે અનેક સસ્થાઓ ની સ્થાપના કરી આ દીશા માં લોકો ને ઉપયોગી થાય અને દેશ માં જાગૃતિ આવે તે માટે બુરહાની ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ ને મદદ થાય તે માટે સફાઈ અને વૃક્ષારોપણ ને વિશેષતા માટે પોતાના સ્વયંમ સેવકો દ્વારા દેશ ના વિવિધ સ્થળે આ અનેક સફાઈ સ્વચ્છતા અને રાષ્ટ્રીયતા ના દાખલ બેસાડવા અનેક પ્રયાસો કરે છે તેના ભાગ રૂપે આજે દાહોદ શહેર માં ઝાયડસ હૉસ્પિટલ કે જેને કોરાના ના કપરા સમયમાં લોકો ને સેવા આપેલ તેનાં પરિસર માં દાહોદ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગાંધી જયંતી નિમિત્ત મહત્તમાં ગાંધીજી ને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ થાય અને તેમાંના વિચારો આદર્શો નું મહત્વ જળવાઈ રહે તે હેતુ થી સૈયદના સાહેબ ના આદેશ અને માર્ગદર્શન મુજબ સફાઇ અભિયાન અને તેની જાગૃતિ નો કાર્યક્રમ રાખેલ

Share This Article