સીંગવડ:શ્રાવણના છેલ્લા સોમવારે કબૂતરી નદીના કિનારે આવેલા ભમરેચી માતાજી તથા રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું..

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :-  સીંગવડ                      

સીંગવડ તાલુકાના કબૂતરી નદી ના કિનારે આવેલા ભમરેચી માતાજી તથા રત્નેશ્વર મહાદેવ મંદિર શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું     

 સીંગવડ તા.06

સિંગવડ તાલુકાનાં  કબૂતરી નદીના કિનારે આવેલું રમણીય વાતાવરણ વચ્ચે પૌરાણિક મંદિર ભમરેચી માતા તથા રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરવા માટે આજુબાજુના વિસ્તારના ભક્તો નો ઘોડાપૂર ઉમટયું હતું જ્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો અમાવસ્યા સોમવાર હોય તો તેના લીધે આજુબાજુના વિસ્તારના ભક્તો દ્વારા ભમરેચી માતા તથા

રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે લાઇનો લાગી હતી જ્યારે ભક્તો દ્વારા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જ્યારે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના એકમથી અમાસ સુધી રોજ સિંગવડ ગામ માંથી ભક્તો દ્વારા પૂજા કરવા આવી હતી ત્યાર પછી રત્નેશ્વર મહાદેવ ની એકમના દિવસે હવન કરવામાં આવતું હોય છે આ હવનમાં સીંગવડ બજાર તથા આજુબાજુના વિસ્તારના લોકો આ હવનમાં આવતા હોય છે

Share This Article