Wednesday, 05/02/2025
Dark Mode

ધાનપુર તાલુકાના ભોરવા ગામના યુવક સહીત ત્રણ વ્યક્તિઓને પોલીસી તેમજ રિફંડની લાલચ આપી ભેજાબાજે 1.10 લાખ પડાવ્યા..

September 3, 2021
        895
ધાનપુર તાલુકાના ભોરવા ગામના યુવક સહીત ત્રણ વ્યક્તિઓને પોલીસી તેમજ રિફંડની લાલચ આપી ભેજાબાજે 1.10 લાખ પડાવ્યા..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ

ધાનપુર તાલુકાના ભોરવા ગામના યુવક સહીત ત્રણ વ્યક્તિઓને પોલીસી તેમજ રિફંડની લાલચ આપી ભેજાબાજે સવા લાખ રૂપિયા પડાવ્યા

 ભેજાબાજે ત્રણેય યુવકોને મોબાઈલ પર ફોન કરી પોલીસ તેમજ રિફંડ આપવાની લાલચ આપી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવી 1.10 લાખ પડાવી લીધા 

દાહોદ તા.૦૩

 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતા ધારક સહિત અન્ય ત્રણ મોબાઈલ નંબરના ધારકોએ એક વ્યક્તિને મોબાઈલ પર ફોન કરી પોલીસી ચાલુ કરી આપવા તેમજ રીફંડ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂા.૧,૧૦,૮૩૦ની છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ભોરવા ગામે ડોઝગર ફળિયામાં રહેતાં ગોપસીંગભાઈ કેસરસીંગ લવારને ગત તા.૦૯.૦૮.૨૦૨૧ થી તારીખ ૨૫.૦૮.૨૦૨૧ના સમયગાળા દમ્યાન તેઓને મોબાઈલ ફોન માધ્યમથી આઈસીઆઈસીઆઈ બેન્કના એક ખાતેદાર તથા ત્રણ જેટલા મોબાઈલના ધારકોએ ફોન કરી જણાવ્યું હતું કે, ગોપસીંગભાઈની બંન્ને પોલીસી ચાલુ કરી આપશે અને તેમને રીફંડ પણ આપવામાં આવશે. આ લાલચ આપી અવાર નવાર ગોસીંગભાઈના મોબાઈલ ફોન પર ફોન કરતાં હતાં અને ગોપસીંગભાઈને વિશ્વાસમાં લઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે અલગ અલગ સમયે અલગ અલગ રકમ મળી કુલ રૂા.૧,૧૦,૮૩૦ આઈસીઆઈસીઆઈ બેન્કના એકાઉન્ટમાં ભરાવડાવી ગોપસીંગભાઈ સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં આ સંબંધે ગોપસીંગભાઈ કેસરસીંગ લવાર દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

———————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!