દાહોદ: કારગીલ વિજય દિવસ નિમિત્તે નિવૃત્ત સૈનિકોને સન્માનિત કરાયા

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ/રાહુલ ગારી :- જેસાવાડા 

કારગિલ વિજય દિવસ નિમિત્તે દાહોદમાં માજી સૈનિકોને સમ્માનિત કરાયા

 ગરબાડામાં વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા માજી સૈનિકોને સન્માનિત કરાયા 

દાહોદ/જેસાવાડા તા.27

દાહોદ જિલ્લા પચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી અને દાહોદ તાલુકા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો માજી સૈનિકોને આજરોજ વિજય દિવસ નિમિત્તે સમ્માનિત કરવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી.કૈંનયાલાલ કિશોરી..તાલુકા ભાજપ મહામત્રી

 મુકેશભાઈ ખચ્ચર આયોજક નરેશભાઇ માવી..તાલુકા આગેવાન વિજય ભાઈ પરમાર એ દાહોદ જિલ્લાના માજી સૈનિક જેમાં દાહોદ જિલ્લામાં માજી સૈનિક સંગઠનના જિલ્લા પ્રમુખ શકરભાઈ મોહનીયા..ઉપ પ્રમુખ.હિમતભાઈ પરમાર ..ડાયરેકટર પ્રદીપભાઈ ઝાડ..તાલુકા પ્રમુખ મહેશભાઈ મુનિયા..તાલુકા પ્રમુખ બકોરસિંગ પલાસ ને ફુલમાળા પહેરાવી સમ્માનિત કરવામાં આવ્યું હતું.

 ગરબાડામાં વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા માજી સૈનિકોને સન્માનિત કરાયા 

વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગરબાડા તાલુકા દ્વારા વિજય કારગિલ દિવસ નિમિતે ગરબાડા ભિલવા નળવાઇ અને જાંબુઆ ખાતે માજી સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા તાલુકા સંયોજક વિક્રમ ભાભોર. પ્રતીક પરમાર. ચંદુભાઈ ગણાવા ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા ઉપપ્રમુખ. ભાવેશભાઇ બારિયા ઉપસ્થિત રહ્યા હતા

Share This Article