લીમખેડા તાલુકાના વલુન્ડી ગામે રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં પીકઅપ ગાડી અથડાઈ:એકનું મોત..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લીમખેડા તાલુકાના વલુન્ડી ગામે રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં પીકઅપ ગાડી અથડાઈ:એકનું મોત 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વલુન્ડી ગામે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં રસ્તાની સાઈડમાં ઉભેલ એક ટ્રકના પાછળ ધડાકાભેર અથડાવી દેતાં પીકઅપમાં સવાર એક આશરે ૫૭ વર્ષીય વૃધ્ધને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના ખેંગ ઉંડાર ગામે પટેલ ફળિયામાં રહેતો મુકેશભાઈ પારસીંગભાઈ મોહનીયાએ ગત તા.૧૧મી જુલાઈના રોજ પોતાના કબજાની પીકઅપ ગાડી લઈ વલુન્ડી ગામેથી પસાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન પીકઅપ ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રસ્તાની સાઈડમાં ઉભેલ એક ટ્રકની પાછળ પીકઅપ ગાડી ઘુસી જતાં અંદર સવાર આશરે ૫૬ વર્ષીય વજેસીંગભાઈ મથુરભાઈ મોહનીયાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે લીમખેડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————

Share This Article