Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદ માર્કેટ યાર્ડમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ:પોલીસે રોકડ રકમ, મોબાઈલ મળી 45 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ચાર શકુંનીઓ જેલભેગા કર્યા 

July 12, 2021
        760
ઝાલોદ માર્કેટ યાર્ડમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ:પોલીસે રોકડ રકમ, મોબાઈલ મળી 45 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ચાર શકુંનીઓ જેલભેગા કર્યા 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ઝાલોદ માર્કેટ યાર્ડમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી:

પોલીસે રોકડ રકમ, મોબાઈલ મળી 45 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ચાર શકુંનીઓ જેલભેગા કર્યા 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં માર્કેટ યાર્ડમાં જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ૦૪ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન તેમજ એક મોટરસાઈકલ મળી કુલ રૂા.૪૫,૭૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ઝડપાયેલ ૦૪ જુગારીયોએને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં છે.

ઝાલોદ માર્કેટ યાર્ડમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ:પોલીસે રોકડ રકમ, મોબાઈલ મળી 45 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ચાર શકુંનીઓ જેલભેગા કર્યા 

#Paid pramotion

Contact us sunrise public school 

મનીશભાઈ ભરતભાઈ અગ્રવાલ (રહે.વડબજાર, ઝાલોદ), મુકેશભાઈ મખનલાલ અગ્રવાલ (રહે. પંચશીલ સોસાયટી, ઝાલોદ), રાજેન્દ્રભાઈ નાગરમલ અગ્રવાલ (રહે. સર્વાેદય સોસાયટી, ઝાલોદ) અને દિમંતભાઈ શશીકાંત કોઠારી (રહે. મીઠાચોક, શેઠાણી ફળિયા, ઝાલોદ) આ ચારેય જણા ગત તા.૧૧મી જુલાઈના રોજ ઝાલોદ નગરમાં આવેલ માર્કેટ યાર્ડના અંદરના ભાગે ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાના વડે પૈસા હાર જીતનો જુગાર રમી, રમાડતાં હતાં. આ અંગેની બાતમી પોલીસને થતાંની સાથે પોલીસ કાફલો રવાનો થયો હતો અને ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલીસે ઉપરોક્ત ચારેય જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં અને તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧૪,૩૮૦, જમીન દાવ પરથી રોકડા રૂપીયા ૫,૯૦૦, એક મોબાઈલ ફોન કિંમત રૂા.૫૦૦ તથા બે મોટરસાઈકલ કિંમત રૂા.૨૫,૦૦૦ એમ કુલ મળી રૂા.૪૫,૭૮૦નો મુદ્દામાલ ઝાલોદ પોલીસે કબજે લઈ ઉપરોક્ત ચારેય જુગારઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!