ગરબાડા તાલુકાના આમલી ખજુરિયામાં વીજ ચોરી કરવા નાખેલા લંગરીયામાં વીજ કરંટ લાગતા 8 વર્ષનો બાળક મોતને ભેટ્યો: પોલીસ ફરિયાદ નોંધાઇ 

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ગરબાડા તાલુકાના આમલી ખજુરિયામાં વીજ ચોરી કરવા નાખેલા લંગરીયામાંથી વીજ કરંટ લાગતા 8 વર્ષનો બાળક મોતને ભેટ્યો: પોલીસ ફરિયાદ નોંધાઇ

દાહોદ તા.૨૫

 ગરબાડા તાલુકાના આમલીખજુરીયા ગામે રહેતાં એક ઈસમે પોતાના ઘરના આગળ આવેલ ઈલેક્ટ્રીક લાઈટના થાંભલા ઉપર લંગરીયું નાંખ્યું હતું. આ લંગરીયાના વાયરને એક ૦૮ વર્ષીય બાળક અડી જતાં તેને સખત કરંટ લાગતાં તેનું ઘટના સ્થળ પરજ મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંબલી ખજુરીયા ગામે મિનામા ફળિયામાં રહેતાં મગનભાઈ ભલજીભાઈ પલાસે પોતાના ઘર આગળથી પસાર થઈ રહેલ ઈલેક્ટ્રીક લાઈટના થાંભલા ઉપર વાયર વડે લંગરીયું નાંખ્યું હતું. લંગરીયાના ચાલુ વાયરને ગામમાંજ રહેતાં કાળીયાભાઈ ભીમાભાઈ મિનામાનો ૦૮ વર્ષીય પુત્ર સુનીલભાઈ અડી જતાં તેને સખત કરંટ લાગ્યો હતો અને કરંટ લાગવાના કારણે સુનીલભાઈનું ઘટના સ્થળપરજ મોત નીપજ્યું હતું.

 

 આ સંબંધે મૃતક ૦૮ વર્ષીય સુનીલભાઈના પિતા કાળીયાભાઈ ભીમાભાઈ મિનામાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————–

Share This Article