více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને દાહોદમાં લાગ્યું ગ્રહણ:દાહોદ પોલિસ હેડક્વાર્ટર તેમજ પોલિસ લાઈનમાં સાફસફાઈના અભાવે ચોતરફ ગંદકીની ભરમાર:રોગચાળો ફેલાવવાની ભીતિ 

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને દાહોદમાં લાગ્યું ગ્રહણ

દાહોદ પોલિસ હેડક્વાર્ટર તેમજ પોલિસ લાઈનમાં સાફસફાઈના અભાવે ચોતરફ ગંદકીની ભરમાર:રોગચાળો ફેલાવવાની ભીતિ

દાહોદ તા.૧૨

એક તરફ કોરોના મહામારી ત્યારે બીજી તરફ આવી મહામારીમાં સાફ સફાઈનું ખુબ ધ્યાન રાખવાનું હોય છે પરંતુ દાહોદની પોલીસ લાઈન વિસ્તાર ખાતે ક્વોટર્સની આસપાસ અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. કોરોના મહામારીમાં આ ગંદકીની સાફ સફાઈ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી અહીંના સ્થાનીકોમાં પણ ઉઠવા પામી છે.

દાહોદની પોલીસ લાઈન વિસ્તારમાં આવેલ બિલ્ડીંગો, ક્વાટર્સ તેમજ રહેણાંક વિસ્તારની આસપાસ અસહ્ય ગંદકીએ માઝા મુકી છે. આ વિસ્તારમાં અસહ્ય ગંદકીને પગલે લોકો ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્યાં છે. ખુબ પ્રજાની રક્ષા કરનાર પોલીસ જવાનોની આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળતાં સાફ સફાઈની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે ત્યારે બીજી તરફ કોરોના મહામારીમાં રોગચાળો ન ફેલાય તે માટે પણ સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે તે અત્યંત આવશ્યક બન્યું છે. આ ઉપરાંત આ વિસ્તારમાં સેનેટરાઈઝર પણ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard