સિંગવડ તાલુકાના મેથાણ ગામે આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું
સીંગવડ તા.23
સીંગવડ તાલુકાના મેથાણ ગામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ 22 4 2021 ના રોજ મેથાણ ગામ રણધીકપુર હોમિયોપેથીક ડોક્ટર ઉમેશ શાહ તથા પીએસસી મેથાણા સ્ટાફ દ્વારા મેથાણ ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મનહરસિંહ ને સાથે રાખી ને મેથાણ ગામના નાગરિકોની આ કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ વર્ધક હોમિયોપેથીક દવા આર્ગેનિક આલ્બમ 30 ની ગોળી નું વિતરણ કરવામાં આવ્યું તથા ગામના નાગરિકોને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી ડોક્ટર ઉમેશ શાહ દ્વારા સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન આપવામાં આવી હતી.