Thursday, 20/01/2022
Dark Mode

સીંગવડનગરની મુલાકાત લેતા રેંજ આઇજી

સીંગવડનગરની મુલાકાત લેતા રેંજ આઇજી

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.30

સિંગવડ તાલુકાના સિંગવડ ગામની આઇજી દ્વારા મુલાકાતલીધી હતી . સિંગવડ તાલુકાના સીંગવડ ગામમાં રણધીકપુર પોલીસ સ્ટેશનમાં હદમાં સિંગવડ બજારમાં આઈ જી સાહેબ દ્વારા ગામની 11:30 ની અરસામાં ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.તથા કોરોના જેવી મહામારી બીમારી અને લોકડાઉનની પરિસ્થિતિને જોતા આ મુલાકાત લેવામાં આવી હતી.સિંગવડ બજારના ત્રણ રસ્તા ઉપર ઓચિંતા આવી જતા અને ઉભા રહીને ગામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા આઈજી સાહેબની ગાડી જોઈને બજારો ફટાફટ બંધ થઈ જવા પામ્યા હતા અને આઈ જી સાહેબ દ્વારા પોલીસ તંત્ર સાથે વાત કરી પછી ત્યાંથી સંજેલી જવા રવાના થયા હતા તથા ત્યાર પછી બપોરે એક વાગ્યાના સુમારે દાહોદ એસ.પી ગામમાં થઈને નીકળ્યા હતા તેમને પણ લોકડાઉનનું નિરીક્ષણ કર્યું હતું

error: Content is protected !!