હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરાના આફવામાં મહિલાને ડેન્ગ્યુનો પોઝીટીવ રીપોટૅ આવતા પરીવારજનોમાં ઞભરાટ સંતરામપુરના ખાનઞી દવાખાનામાં રિપોટૅના 1250 લીઘા:પરીજન
હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરા તાલુકાના આફવા ગામે એક મહિલાને તાવ આવતા સંતરામપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા જ્યાં રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝેટિવ નો રિપોર્ટ આવતા ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુ રિપોર્ટના નામે લેબોટરી વાળા દ્વારા 1200થી વધુ નાણા લેવાતા હોવાથી પરિવારજનોમાં કચવાટ જોવા મળ્યો હતો.
ફતેપુરા તાલુકાના આફવા ગામે એક ફળિયામાં એક મહિલાને તબિયત લથડતા સંતરામપુર ખાનગી દવાખાને લઇ જવાઇ હતી જ્યાં લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝીટીવ રીપોર્ટ આવતા પરિવારજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો જોકે મહિલાની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે ડેન્ગ્યુ રિપોર્ટના નામે લેબોટરી સંચાલકો દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચલાવાઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું ડેન્ગ્યુ રિપોર્ટના નામે ૧૨૦૦ થી વધુ નાણાં લેવામાં આવતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ચારે તરફ ગંદકીના કારણે તેમજ વરસાદી પાણી લાંબા સમયથી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ સ્થાન બની રહ્યા છે અને ડેન્ગ્યુ જેવા જીવલેણ બિમારીઓનો વધારો નોંધાઈ રહ્યો છે.
લલિત વળવાઇ (પરિવારજન)
તબિયત લથડતા સંતરામપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા જ્યાં ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આપ્યો હતો રિપોર્ટ કરવાના 1250 રૂપિયા લીધા હતા જ્યારે અમારા વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો નથી કે મેલેરિયા વાળા પણ આવતા નથી લોકો ગંભીર બીમારીમાં સપડાઇ રહ્યા છે.